મોરબીમાં ભાજપ સાથે 32 વર્ષથી જોડાયેલ આગેવાને પક્ષમાંથી આપ્યું રાજીનામુ ટંકારા તાલુકામાં ધોળા દિવસે  ચોરી કરનાર આરોપીના જામીન મંજુર મોરબીના જૂના ઘૂટું રોડ ઉપરથી 1776 બોટલ દારૂ ભરેલ કાર સાથે રાજકોટનો શખ્સ પકડાયો, માલ આપનાર અને મંગાવનારની શોધખોળ મોરબીમાં પૂર્વ મંત્રી આઈ.કે.જાડેજાની હાજરીમાં મહાપાલિકાના ઉમેદવારોએ જનસેવાનો સંકલ્પ લઈને કર્યા ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ વાંકાનેરની વિદ્યાર્થીનીઓએ ઈન્ટર નેશનલ કોંફરન્સમાં ગુજરાતનું ગૌરવ વધાર્યું મોરબીમાં સાસુ સાથે રકઝક થતાં ઘરેથી નીકળી ગયેલ મહિલાનું પતિ સાથે અભયમની ટીમે કરાવ્યુ મિલન મોરબીમાં ગાંજાના ગુનામાં પકડાયેલ આરોપી જામીન મુક્ત વાંકાનેર નજીક પોલીસના બાઇકને ઉડાવીને દારૂ ભરેલ ક્રેટા લઈ લઈને નાસી ગયેલ શખ્સ ધોળા દિવસે રાણેકપર ગામે વાહનમાંથી 1814 બોટલ દારૂ-61 બિયરના ટીન રેઢા મૂકીને ફરાર !
Breaking news
Morbi Today

મોરબીની ત્રાજપર ચોકડી પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા ઇજા પામેલ યુવાન સારવારમાં


SHARE













મોરબીની ત્રાજપર ચોકડી પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા ઇજા પામેલ યુવાન સારવારમાં

મોરબીમાં ત્રાજપર ચોકડી પાસે આવેલ ઓવરબ્રિજના સર્વિસ રોડ ઉપર ટ્રક કન્ટેનર નંબર જીજે ૩૬ વી ૪૯૪૫ ના ચાલકે બેફિકરાઇથી વાહન ચલાવ્યું હતું અને ત્યારે અબ્બાસભાઈ રસુલભાઈ કટિયા જાતે મુસ્લિમ મિયાણા (૪૨) રહે. સામાકાંઠે સોઓરડી મોરબી વાળાને હડફેટે લેતા તેના બંને પગમાં તથા ડાબા હાથમાં ગંભીર ઇજા થઈ હતી જેથી કરીને ટ્રક ચાલક પોતાનો ટ્રક સ્થળ ઉપર મૂકીને નાસી ગયો હતો. જોકે અબાસભાઈને ઇજાઓ થયેલ હોથી તેને સારવારમાં લઈ ગયા હતા અને ત્યારબાદ તેણે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેના આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

મોરબીના લાલપર ગામે કાલે મેલડી મંડળનું આયોજન

મોરબીના સનાતન ધર્મ મેલડી મંડળ દ્વારા મોરબી તાલુકાનાં લાલપર ગામે મેલડી મંડળનું આયોજન કરવામાં આવ્યું છે અને આગામી તા ૨૨ ના રોજ મેલડી મંડળ રમવાનું છે જેથી કરીને સર્વ ધર્મપ્રેમી લોકોને ત્યાં આવવા માટે મંડળ તરફથી આમંત્રણ આપવામાં આવ્યું છે આ મંડળમાં જે કઈ પણ ફંડ ફાળો થાય છે તે રકમનો ઉપયોગ ગરીબ લોકોને મેડિકલની સહાય માટે આપવામાં આવે છે તેમાં ધર્માદામાં રકમનો ઉપયોગ કરવામાં આવે છે આટલું જ નહીં મા-બાપ વગરની દીકરી હોય તો તેને કરિયાવર લેવા માટે પણ આ મંડળ આર્થિક મદદ પૂરી પડે છે તેવી માહિતી  મેલડી મંડળના પ્રમુખ પ્રવીણ એમ. હમીરપરા (૭૮૫૯૮ ૦૬૨૯૧)એ આપેલ છે અને આ મંડળને રમવા માટે બોલાવવા માટે તેઓનો સંપર્ક કરવા માટે જણાવ્યુ છે






Latest News