વાંકાનેરની વિદ્યાર્થીનીઓએ ઈન્ટર નેશનલ કોંફરન્સમાં ગુજરાતનું ગૌરવ વધાર્યું મોરબીમાં સાસુ સાથે રકઝક થતાં ઘરેથી નીકળી ગયેલ મહિલાનું પતિ સાથે અભયમની ટીમે કરાવ્યુ મિલન મોરબીમાં ગાંજાના ગુનામાં પકડાયેલ આરોપી જામીન મુક્ત વાંકાનેર નજીક પોલીસના બાઇકને ઉડાવીને દારૂ ભરેલ ક્રેટા લઈ લઈને નાસી ગયેલ શખ્સ ધોળા દિવસે રાણેકપર ગામે વાહનમાંથી 1814 બોટલ દારૂ-61 બિયરના ટીન રેઢા મૂકીને ફરાર ! વાંકાનેરમાં ઘરમાંથી 935 ગ્રામ ગાંજાના જથ્થા સાથે આરોપીની ધરપકડ વાંકાનેરમાં મોબાઈલની દુકાનમાં ટી-20 ક્રિકેટ મેચ ઉપર જુગાર રમતા એક પકડાયો, એકની શોધખોળ મોરબીમાં મોબાઈલથી વરલીના આંકડા લેતા એક પકડાયો, એકની શોધખોળ: ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા બે પકડાયા મોરબી સિરામિક ઉદ્યોગમાં ગેસની સપ્લાઈ-ભાવ મુદે ગુજરાત ગેસ કંપનીના એમડી-અધિકારીઓએ સાથે મિટિંગ યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીના નાનીવાવડી ગામે રોડ ક્રોસ કરતાં યુવાનને ઇકો ગાડીના ચાલકે હડફેટે લેતા અકસ્માત: ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં


SHARE













મોરબીના નાનીવાવડી ગામે રોડ ક્રોસ કરતાં યુવાનને ઇકો ગાડીના ચાલકે હડફેટે લેતા અકસ્માત: ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં

મોરબી તાલુકાના નાનીવાવડી ગામ પાસે ચાલીને રોડ ક્રોસ કરી રહેલા યુવાનને ઇકો ગાડીના ચાલકે હડફેટે લીધો હતો જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના બનાવમાં યુવાનને મોઢા અને માથામાં ઇજાઓ થઈ હોવાથી ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવેલ છે અને હાલમાં ભોગ બનેલા યુવાનના પિતા દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ દાહોદ જિલ્લાના રહેવાસી અને હાલમાં મોરબી તાલુકાના નાનીવાવડી ગામ પાસે ઈશ્વરીયા મહાદેવ મંદિર તરફ જવાના રસ્તા ઉપર કેનાલ પાસે ઝૂંપડામાં રહેતા કેશિયાભાઈ ગોરચંદભાઈ ભુરીયા જાતે આદિવાસી (૪૯)એ હાલમાં ઇકો ગાડી નંબર જીજે ૩૬ એસી ૭૪૦૮ ના ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબીના નાની વાવડી ગામથી બગથળા ગામ તરફ જવાના રસ્તા ઉપર શાંતિનગર સોસાયટી સામેથી તેનો દીકરો કૈલાશ કેશીયાભાઈ ભુરીયા (૨૭) નામનો ચાલીને રોડ ક્રોસ કરી રહ્યો હતો દરમિયાન ઇકો ગાડીના ચાલકે તેને હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના આ બનાવમાં ફરિયાદીના દીકરાને માથા, મોઢા અને પગના ભાગે ગંભીર ઇજા થઈ હતી અને આરોપી પોતાના હવાલા વાળી ગાડી ત્યાં મૂકીને નાસી ગયો હતો. જેથી કૈરને યુવાનને સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવેલ છે અને હાલમાં ભોગ બનેલા યુવાનના પિતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ઇકો ગાડીના ચાલક સામે ગુનો નોધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે






Latest News