મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

મોરબીના જેતપર ગામે દીકરીની સગાઈ કરાવવાની ના પડતાં પિતાને ઝપટો મારીના મારી નાખવાની ધમકી !


SHARE









મોરબીના જેતપર ગામે દીકરીની સગાઈ કરાવવાની ના પડતાં પિતાને ઝપટો મારીના મારી નાખવાની ધમકી !

મોરબીના સનાળા રોડ ઉપર આવેલ સત્યમ પાન વાળી શેરીમાં રહેતા આધેડ પોતાના પરિવાર સાથે પોતાના વતનમાં જેતપર ગામે પ્રસંગમાં ગયા હતા અને ત્યાં તે ગામમાં રહેતા એક શખ્સે પોતાના દીકરા સાથે તેની દીકરીની સગાઈ કરાવવા બાબતે તેને કહ્યું હતું ત્યારે આધેડે સગાઈ કરવાની ના પડી હતી જે બાબતનો ખાર રાખીને તે શખ્સ અને તેના દીકરાએ આધેડેને ગાળો આપીને બે થી ત્રણ ઝાપટો મારી હતી અને મારી નાખવાની ધમકી આપી હતી આટલું જ નહીં પરંતુ તેઓના ઘર પાસે લાકડાના ધોકા લઈને આવ્યા હતા અને ફરિયાદી તથા તેના દીકરાને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા આધેડે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોધાવી છે જેના આધારે પોલીસે ગુનો નોંધી બંને આરોપીઓની ધરપકડ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ જેતપર ગામના રહેવાસી અને હાલમાં મોરબીના સનાળા રોડ ઉપર સત્યમ પાન વાળી શેરીમાં આવેલ પુનિતનગર સોસાયટીમાં રહેતા લલિતભાઈ અમરશીભાઈ કંડિયા જાતે પટેલ (૪૮)એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મુકેશભાઈ રૂગનાથભાઈ અમૃતિયા અને તેના દીકરા ભાવિકભાઈ મુકેશભાઈ અમૃતિયા રહે. બંને જેતપર ગામ વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેઓ પોતાના વતન જેતપર ગામે પ્રસંગમાં ગયા હતા અને ત્યારે જેતપર ગામમાં નંદાભાઈ ચા વાળાની દુકાન પાસે આરોપી મુકેશભાઈ રૂગનાથભાઈ અમૃતિયાએ આવીને ફરિયાદીને તેની દીકરીની સગાઈ તેઓના દિકરા સાથે કરાવવા માટે થઈને કહ્યું હતું ત્યારે ફરિયાદીએ દીકરીની સગાઈ કરાવવાની ના પડી હતી જેથી કરીને તે વાતનો ખાર રાખીને મુકેશભાઈ અમૃતિયાએ ફરિયાદીને બે થી ત્રણ ઝાપટો મારી હતી અને ગાળો આપીને મારી નાખવાની ધમકી આપી હતી ત્યારબાદ મુકેશભાઈ અને તેનો દીકરો ભાવિક બંને ધોકા લઈને ફરિયાદીના ઘર પાસે આવ્યા હતા ત્યારે ત્યાં ફરિયાદી અને તેના દીકરા દીપને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી આધેડ દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આઈપીસી કલમ ૩૨૩, ૫૦૪, ૫૦૬ (૨), ૧૧૪, જીપી એક્ટની કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધીને આરોપી મુકેશભાઈ રૂગનાથભાઈ અમૃતિયા (૫૨) અને ભાવિકભાઈ મુકેશભાઈ અમૃતિયા (૨૩) રહે. બંને જેતપર વાળાની ધરપકડ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે




Latest News