મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

મોરબી પત્રકાર એસો.એ કરેલ રજૂઆતને ધ્યાને લઈને સાંસદે રેલ્વે મંત્રીને પત્ર લખ્યો


SHARE









મોરબી પત્રકાર એસો.એ કરેલ રજૂઆતને ધ્યાને લઈને સાંસદે રેલ્વે મંત્રીને પત્ર લખ્યો

મોરબીમાં રજવાડાના સમયથી રેલ્વે સ્ટેશન છે જો કે, આજની તારીખે મુસાફરોને ત્યાંથી ડેમુ સિવાય રોજિંદા લાંબા અંતરની ટ્રેન મળી રહી નથી મોરબી પત્રકાર એસો. દ્વારા રેલવેના આધિકારીઓને તેમજ સ્થાનિક સાંસદ અને ધારાસભ્યને પણ આવેદન પત્ર આપવામાં આવ્યું હતું જેના આધારે સાંસદ દ્વારા હાલમાં રેલ્વે મંત્રીને રજૂઆત કરવામાં આવેલ છે

મોરબી શહેરના મુસાફરોને લાંબા અંતરની ટ્રેન માટે અન્ય જિલ્લાના રેલ્વે સ્ટેશન સુધી કે પછી વાંકાનેર જવું પડે પછી જ ટ્રેન મળે છે જેથી કરીને મોરબીના રેલ્વે સ્ટેશનેથી જ લાંબા અંતરની ટ્રેન મળે તેના માટે મોરબી પત્રકાર એસો. દ્વારા મોરબીના રેલ્વે સ્ટેશન સ્ટેશનના સુપ્રીન્ટેન્ડન્ટને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને વહેલી તકે લાંબા અંતરની ટ્રેન આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી જે આવેદનપત્રની કોપી સાંસદ મોહનભાઈ કુંડારીયાને પણ આપવામાં આવી હતી જેને ધ્યાને લઈને હાલમાં સંસદ મોહનભાઈ કુંડારિયાએ રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવને લેખિતમાં રજૂઆત કરેલ છે જેમાં જણાવ્યુ છે કે, મોરબી પત્રકાર એસોસિએશ દ્વારા મોરબીથી ટ્રેન માટે તેમજ વાંકાનેરમાં જુદીજુદી ટ્રેનના સ્ટોપેજ માટે રજૂઆત કરવામાં આવી છે જેને ધ્યાને લઈને નિર્ણય કરવામાં આવશે તો મોરબી અને વાકાનેરના રહેવાસીઓ અને મુસાફરોને ઘણો ફાયદો થશે




Latest News