મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ મોરબીમાં 16 શ્રાદ્ધ નિમિત્તે અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ મોરબીમાં આઈટીઆઈ પાસે અકસ્માતોને નિવારવા માટે વિદ્યાર્થીઓએ કર્યો ચક્કાજામ: હવે કરશે કલેકટરને રજૂઆત વાંકાનેર સિટી અને તાલુકામાં દારૂના ગુનામાં નાસતા ફરતા બે આરોપીને ઝડપી લીધા હળવદના ચંદ્રગઢ ગામે વાડીએ રહેલા યુવાનની અજાણ્યા શખ્સ દ્વારા માથામાં બોથડ પદાર્થના ઘા મારીને હત્યા મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં અકસ્માતના 5 બનાવમાં 7 વ્યક્તિને ઇજા થતાં સારવારમાં મોરબી નજીક બાલ્કનીમાંથી નીચે પડી જતાં ઇજા પામેલ બે વર્ષનો બાળક સારવારમાં તું કોઈ કામ કરતી નથી કહીને વાંકાનેરના નવા વઘાસિયા ગામે મહિલાએ પતિએ પાઇપથી માર માર્યો
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં ધો.૧૦-૧૨ ની પરીક્ષામાં ૨૧૬ વિદ્યાર્થી ગેરહાજર: કલેક્ટર-ભાજપે પરિક્ષાર્થીઓને આવકાર્યા


SHARE









મોરબી જીલ્લામાં ધો.૧૦-૧૨ ની પરીક્ષામાં ૨૧૬ વિદ્યાર્થી ગેરહાજર: કલેક્ટર-ભાજપે પરિક્ષાર્થીઓને આવકાર્યા

મોરબી સહિત સમગ્ર ગુજરાતમાં ધો. ૧૦ અને ૧૨ બોર્ડની પરીક્ષા શરૂ થઈ છે ત્યારે મોરબી જિલ્લામાં પહેલા દિવસે બોર્ડની પરીક્ષા કુલ મળીને ૧૧૩૧૧ વિદ્યાર્થીઓને આપવાની હતી જો કે, ગુજરાતીમાં ૧૮૫ અને અંગ્રેજીમાં ૨ આમ કુલ મળીને ૧૮૭ વિદ્યર્થી ગેરહાજર રહ્યા હતા જેથી કરીને ૧૧૧૨૪ વિદ્યાર્થીઓએબોર્ડની પરીક્ષા આપેલ હતી ત્યારે જુદાજુદા કેન્દ્રો ઉપર કુમકુમ તિલક સાથે વિદ્યાર્થીઓનું સ્વાગત કરવામાં આવ્યું હતુ ત્યારે કલેકટર કે.બી. ઝવેરી અને જિલ્લા શિક્ષણ અધિકારી મોતા સાહિતના અધિકરીઓ મોરબીમાં આવેલ સાર્થક વિદ્યામંદિર સ્કૂલે હાજર રહ્યા હતા તો મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ રણછોડભાઈ દલવાડી, મહામંત્રી જેઠાભાઇ મિયાત્રા સહિતના ભાજપના આગેવાનો હળવદમાં આવેલ આર.પી.પી. ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે હાજર રહ્યા હતા અને વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી પરીક્ષા ખંડમાં આવકારીને મોઢા મીઠા કરાવ્યા હતા જયારે મોરબી શહેર યુવા ભાજપની ટીમના પ્રમુખ જયદીપભાઈ કંડિયા સહિતના હોદેદારો મોરબીના શનાળા રોડે આવેલ નવયુગ વિદ્યાલય ખાતે હાજર રહ્યા હતા અને વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી પરીક્ષા ખંડમાં આવકારીને મોઢા મીઠા કરાવ્યા હતા તો બપોર બાદ ધો. ૧૨ ની પરીક્ષામાં નામના મૂળતત્વોના વિષયમાં ૨૦ અને ભૌતિક વિજ્ઞાનના વિષયમાં ૯ વિદ્યાર્થીઓ ગેરહાજર રહેતા આમ મોરબી જીલ્લામાં બોર્ડની પરીક્ષામાં પહેલા દિવસે કુલ મળી ૨૧૬ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા.




Latest News