મોરબી સહિત રાજ્યની નવી મહાપાલિકાઓને ફાયર સ્ટેશન, બાગ બગીચા જેવી સુવિધાઓ ઊભી કરવા માટે વિનામૂલ્યે આપવામાં આવશે સરકારી જમીન મોરબીમાં થયેલ સોની વેપારીની હત્યાના કેસમાં સ્પેશ્યલ પીપી તરીકે વિજયભાઈ જાનીની નિમણૂક કરાઇ મોરબી જિલ્લાના પ્રાથમિક શિક્ષકોએ 4200 ગ્રેડ પે માટે સ્નેહમિલનના કાર્યક્રમમાં કર્યો હૂંકાર મોરબીમાં ભારત વિકાસ પરિષદ શાખા દ્વારા વિદ્યાર્થી આરોગ્ય શિબિર યોજાઇ મોરબીની ન્યૂ એરા ગ્લોબલ સ્કૂલ ખાતે આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફિઝિયોથેરાપી દ્વારા વાલીઓ માટે જાગૃતિ સેમિનાર યોજાયો મોરબીમાં યોજાયેલી સ્ટેટ ફૂટબોલ ટૂર્નામેન્ટમાં રાજકોટને 10-0 થી હરાવીને જામનગરની ટીમ બની વિજેતા મોરબીના ધરમપુર રોડ ઉપરથી ચોરાઉ બાઇક સાથે આરોપી ઝડપાયો જો ખેડૂતોને પૂરતું વળતર નહીં મળે તો લાલ લાઇટ વાળી ગાડીમાં ફરતા મિનિસ્ટરોને 108 માં ઘાલવાના છે: જેતપર ગામેથી રાકેશભાઈ અમૃતિયાની ચેતવણી
Breaking news
Morbi Today

મોરબીમાંથી નસીલી કફ સીરપ સાથે પકડાયેલ આરોપીના ચાર દિવસના રિમાન્ડ મંજૂર: રાજકોટના ટ્રાન્સપોર્ટરની શોધખોળ


SHARE







મોરબીમાંથી નસીલી કફ સીરપ સાથે પકડાયેલ આરોપીના ચાર દિવસના રિમાન્ડ મંજૂર: રાજકોટના ટ્રાન્સપોર્ટરની શોધખોળ

મોરબીના લાતી પ્લોટ વિસ્તારમાં આવેલ ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાં મોરબી એ ડિવીજન પોલીસની ટીમ દ્વારા રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી રાજકોટના ટ્રાન્સપોર્ટ મારફતે મોરબીમાં આવેલ ટ્રાન્સપોર્ટના ગોડાઉન સુધી પહોંચેલ ૧૦,૦૦૦ બોટલ કોડીન કફ સીરપનો જથ્થો પોલીસ દ્વારા પકડવામાં આવ્યો હતો અને ગોડાઉનના સંચાલકની ધરપકડ કરી હતી જે આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે આરોપીના ચાર દિવસના રિમાન્ડ મંજૂર કરેલ છે અને માલ અહી મોકલાવનાર રાજકોટના ટ્રાન્સપોર્ટરને પકડવા માટે તજવીજ ચાલુ છે

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ હકુમતસિંહ જાડેજા અને તેની ટીમે મોરબીના લાતી પ્લોટ વિસ્તારમાં આવેલ શ્રી હારી કૃપા ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાં રેડ કરી હતી અને આશીફ આમદભાઈ રાઠોડની શ્રી હરિ કૃપા ટ્રાન્સપોર્ટની ઓફિસની બાજુમાં જ તેનું ગોડાઉન આવેલ છે અને તે ગોડાઉનમાંથી ૧૦,૦૦૦ બોટલ કોડીન કફ સીરપનો જથ્થો મળી આવ્યો હતો જેથી પોલીસે ૧૦,૦૦૦ બોટલ કોડીન યુક્ત કફ સિરપ અને અન્ય મુદામાલ મળીને કુલ ૨૦,૫૯,૮૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આસિફ આમદભાઈ રાઠોડ જાતે સિપાઈ (૪૦) રહે. વાવડી રોડ ભારત પાન વાળી શેરી મોરબી વાળાની ધરપકડ કરેલ હતી અને રાજકોટથી માલ મોકલાવનાર ક્રિયાશક્તિ લોજિસ્ટિકના ટ્રાન્સપોર્ટ તથા ગોડાઉનના માલિક ગોપાલભાઈ પરબતભાઈ ભરવાડ સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે એનડીપીએસ એક્ટ મુજબ ગુનો નોંધી પોલીસે બાકી રહેલા આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે અને હાલમાં જે આરોપીને પકડવામાં આવેલ છે તેને તપાસનીસ અધિકારી દ્વારા રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કર્યો હતો ત્યારે કોર્ટે આરોપીના ચાર દિવસના રિમાન્ડ મંજૂર કરેલ છે






Latest News