મોરબીના વોર્ડ નં 3 માં ઓબીસી બેઠક ઉપર આયાતી ઉમેદવાર આવશે તો ભાજપ પક્ષને નુકસાન થશે, સ્થાનિક કાર્યકર્તાઓએ કરી શહેર, જિલ્લા અને પ્રદેશમાં રજૂઆત ચૂંટણી સમાચાર: મોરબી જીલ્લામાં પ્રથમ દિવસે 59 ફોર્મ આગેવાનોએ ઉપાડ્યા, ભરાયું એક પણ નહીં મોરબી જીલ્લામાં 13 પીઆઇ ની આંતરિક બદલી મોરબી જીલ્લામાં ચૂંટણીને ધ્યાને રાખીને કાયદો-વ્યવસ્થા, મતદાન મથકો, મિકલતો અને વાહનો માટે જુદાજુદા જાહેરનામા પ્રસિદ્ધ કરાયા મોરબી જીલ્લામાં સર્કિટ હાઉસ કે વિશ્રામગૃહોનો રાજકીય પ્રચાર માટે ઉપયોગ કરવા ઉપર પ્રતિબંધ મોરબી જીલ્લામાં ૨૪ એપ્રિલ સાંજે ૬ વાગ્યે બંધ થશે ચૂંટણી પ્રચાર:  શાંતિપૂર્ણ મતદાન માટે જાહેરનામું મોરબી જીલ્લામાં ચૂંટણી દરમ્યાન પ્રચારમાં ભૂંગળા અને બહારથી આવતા રાજકીય આગેવાનો માટે કલેકટરે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું મોરબી જીલ્લામાં ભાજપના સ્થાપના દિવસના કાર્યક્રમમાં ટિકિટ માંગનારા પૈકીનાં મોટાભાગના ગેરહાજર !, ટિકિટ ગમે તેને મળે કમળને જીતાડવાનું લક્ષ્ય રાખો: બાબુભાઈ જેબલિયા
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા ભાજપના કારોબારી સભ્ય અને તેના પતિને ધંધાનો ખાર રાખીને મારી નાખવાની ધમકી


SHARE











મોરબી જિલ્લા ભાજપના કારોબારી સભ્ય અને તેના પતિને ધંધાનો ખાર રાખીને મારી નાખવાની ધમકી

મોરબી જિલ્લામાં લોકોને સલામતી સામે પ્રશ્ન ઊભા થાય તેવી ઘટનાઓ અવારનવાર સામે આવતી હોય છે તેવામાં મોરબી જિલ્લા ભાજપના કારોબારી સભ્ય અને તેના પતિને ધંધાનો ખાર રાખીને ફોન કરીને ઘોદા મારી દઈને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવેલ છે તેમજ ઘરે જઈને યુવાનના પત્ની અને મોરબી જિલ્લા ભાજપના કારોબારી સભ્યને ગાળો આપીને મારી નાખવાની ધમકી આપવામાં આવે છે જેથી ભોગ બનેલા યુવાન દ્વારા હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બે શખ્સોની સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના સલાળા રોડ ઉપર સરદારબાગ વાળી શેરીમાં મધર ટેરેસાની બાજુમાં આવેલ શિવાલય હાઈટના ફ્લેટ નંબર ૫૦૧ માં રહેતા મોરબી નગરપાલિકાના માજી સભ્ય અને મોરબી જિલ્લા ભાજપના કારોબારી સભ્ય સુરભીબેનના પતિ મનીષભાઈ દિનેશભાઈ ભોજાણી જાતે લોહાણા (૪૧)એ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે વિષ્ણુ કાર રેન્ટલ વાળા વિષ્ણુ અજાણા રહે. સજનપર ઘુનડા તથા મેહુલ નામના બે શખ્સોની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યૂ છે કે વિષ્ણુ અજાણાએ તેના મોબાઈલ ફોન ઉપરથી ફરિયાદીના મોબાઇલ ફોનમાં ફોન કરીને ટેક્સીના ધંધામાં ભાડું નહીં આપવા બાબતે ખાર રાખીને છરીના ઘોદા મારી દઈને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને ત્યારબાદ બંને આરોપીઓ તેના ઘરે આવ્યા હતા અને ત્યાં ફરિયાદી યુવાનના પત્નીને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા યુવાન દ્વારા હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી છે જેના આધારે પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે આ અંગેની આગળની વધુ તપાસ જે.એ. ઝાલા ચલાવી રહ્યા છે જો કે, મોરબી જીલ્લામાં જિલ્લા ભાજપના મહિલા કારોબારી સભ્યના ઘરે જઈને તેઓને તેમજ તેના પતિને મારી નાખવાની ધમકી આપવામાં આવે તેવી ઘટના બને તો પોલીસની કામગીરી સામે સો ટકા સવાલ ઊભા થાય તેમાં શંકાને કોઈ સ્થાન નથી

મહિલા સારવારમાં

મોરબીના બાયપાસ રોડ ઉપર દલવાડી સર્કલ પાસે આવેલ ૨૫ વરિયામાં રહેતા મેરૂનનિશાબેન યુનુસભાઈ સરવદીયા (૩૬) નામની મહિલાને મારામારીમાં ઇજા થઈ હતી અને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે આ બનાવની પ્રાથમિક તપાસ હરેશભાઈ ચાવડા દ્વારા કરવામાં આવેલ છે

માર માર્યો

મોરબીના વજેપર વિસ્તારમાં રહેતા ચિરાગ સુરેશભાઈ સાવરીયા (૧૭) નામના તરુણને રવાપર રોડ નજીક શેરીમાં અજાણ્યા લોકોએ માર માર્યો હતો જેથી કરીને ઈજા પામેલા તરુણને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી  એ ડિવિઝન પોલીસને જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ હરેશભાઈ ચાવડા દ્વારા કરવામાં આવી હતી






Latest News