મોરબીના જેતપર ગામે ચાલતા ખેડુત આંદોલનના સમર્થનમાં મહિલાઓ દ્વારા સ્કૂટર રેલી યોજાઇ મોરબીના ઢુવા પાસે સગાઇ થયેલ યુવતી પસંદ ન હોય ગળેફાંસો ખાઈ જતા યુવાનનું મોત, મહેન્દ્રનગર ગામે બીમારી સબબ યુવાનનું મોત મોરબીના જુના પિપળી ગામે કોમન પ્લોટની સફાઇ મામલે કુહાડી બતાવી ધમકી, ગુનો નોંધાયો, માળિયાના ખીરઈ ગામે દારૂની ચાલુ ભઠ્ઠી સાથે એક પકડાયો, ત્રણની શોધખોળ ચાલુ મેજર અપસેટ: સરકાર દ્વારા મંત્રણા માટે મોકલવામાં આવેલ આમંત્રણ મોરબીના જેતપર ગામે આંદોલન ચલાવતા ખેડૂતોએ સ્વીકારવાનો કર્યો ઇન્કાર મોરબી નાની બજારના બંધ મકાનમાંથી ૫૮૮ બોટલ દારૂ પકડાયો, બે ની શોધખોળ ચાલુ ; ઢુવા પીએચસી પાસેથી ચોરાયેલ બાઈક સાથે બાળકિશોર ઝડપાયો શ્રી પરશુરામ યુવા ગ્રુપ-મોરબી દ્વારા ગરમી અને તડકામાં રાહત માટે સરબત વિતરણનો સેવાયજ્ઞ મોરબી: માળીયાના વવાણીયા ગામે રૂપીયાની લેતી દેતી મુદદે દંપતી ઉપર હુમલો મોરબીના ઢુવા પાસે પગપાળા જતા મહિલાનું ડમ્પર હડફેટે મોત, હળવદમાં જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી
Breaking news
Morbi Today

મોરબી નગરપાલિકામાં કાયમી ચીફ ઓફિસરની નિમણૂક કરો: કોંગ્રેસ


SHARE









મોરબી નગરપાલિકામાં કાયમી ચીફ ઓફિસરની નિમણૂક કરો: કોંગ્રેસ

મોરબી જિલ્લાની કહેવાતી એ ગ્રેડની  નગરપાલિકામાં કાયમી ચીફ ઓફિસર છેલ્લા ઘણા સાથી નથી જેથી કરીને સૌરાષ્ટ્રનું પેરિસ કહેવાતા મોરબીમાં લોકોના પાલિકાના રોજબરોજના કામ જેમ કે શેરી ગલીઓમાં ઉભરાતી ગટરો, કચરાના ઢગલા, શેરીગલીઓમાં અંઘારપટ, ઉનાળો બેસવાનો જ ત્યારે લોકોને પીવાના પાણીનો પણ પ્રશ્નો વિકટ ન બને તે માટે તાત્કાલિકના ધોરણે મોરબી પાલિકાને કાયમી ચીફ ઓફિસર આપવામાં આવે તેવી માંગ કોંગ્રેસના આગેવાનોએ કરેલ છે

હાલમાં ઘણા સમયથી મોરબી નગરપાલિકાનો વહીવટ ચાર્જમાં મુકાયેલા અધિકારીઓ મારફત ચાલી રહ્યો છે જે  અઘિકારીઓ ચાર્જમાં છે તે પોતાના વિભાગના પણ પૂરતો સમય ફાળવી શકતા નથી તે મોરબી નગરપાલિકાના વહીવટમાં કેવી રીતે સમય ફાળવી શકે ? જેથી કરીને કાયમી ચીફ ઓફિસર ન હોવાના કારણે લોકોને નગરપાલિકા પાસે પોતાના પ્રશ્નોનો નિરાકરણ લાવવા માટે વારંવાર ધક્કા થાય છે તો પણ પ્રશ્નોનું નિરાકરણ આવતું નથી હાલ મોરબી નગરપાલિકામાં રોજમદાર કર્મચારીઓ અને ચાર્જ કર્મચારીઓથી વહીવટ ચાલી રહ્યો છે ત્યારે મોરબીના વિકાસના કામો પૂરા થઈ શકતા નથી જેના કારણે પ્રજાને પ્રાથમિક સુવિધાઓ મળવી પણ મુશ્કેલ બનેલ છે પ્રજા પોતાના ટેકક્ષના પૈસા ભારે  છે પરંતુ સુવિધા નામે નગરપાલિકા તરફથી શૂન્ય  છે

જે રોડ રસ્તાઓના કામ ચાલે છે તે પણ ટેન્ડરમાં  જણાવેલ  ગુણવત્તા મુજબ થતાં ન હોય તેવી લોકોમાં ફરિયાદ ઉઠી છે અને કામ પણ ધીમી  ગતિએ ચાલી રહ્યા છે રોડ રસ્તાઓ ઉપર ખાડા ટેકરાઓ કચરાઓના ડગલાઓ ઉભરાતી ગટરના ગંદા પાણીઓ રોજની  પરેશાની થઈ રહેલ છે આ બધા કામોનો નિરાકરણ માટે નગરપાલિકામાં સ્થાઇ કાયમી ચીફ ઓફિસર હોવું જરૂરી છે તો ગુજરાત સરકારને અને  મોરબી માળિયાના ધારાસભ્ય આ બાબત સરકારમાં રજૂઆત કરી તાત્કાલિક મોરબી પાલિકાને કાયમી ચીફ ઓફિસર મળે તેવા પ્રયત્ન કરે તેવી મોરબી શહેરની પ્રજાની અને મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી મહેશભાઈ રાજ્યગુરુ  તેમજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માલધારી સેલના પૂર્વ ઉપપ્રમુખ રમેશભાઈ રબારીકે.ડી. બાવરવા, એલ.એમ. કંઝારીયાએ માંગ કરેલ છે






Latest News