મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ મોરબીમાં 16 શ્રાદ્ધ નિમિત્તે અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ મોરબીમાં આઈટીઆઈ પાસે અકસ્માતોને નિવારવા માટે વિદ્યાર્થીઓએ કર્યો ચક્કાજામ: હવે કરશે કલેકટરને રજૂઆત વાંકાનેર સિટી અને તાલુકામાં દારૂના ગુનામાં નાસતા ફરતા બે આરોપીને ઝડપી લીધા હળવદના ચંદ્રગઢ ગામે વાડીએ રહેલા યુવાનની અજાણ્યા શખ્સ દ્વારા માથામાં બોથડ પદાર્થના ઘા મારીને હત્યા મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં અકસ્માતના 5 બનાવમાં 7 વ્યક્તિને ઇજા થતાં સારવારમાં મોરબી નજીક બાલ્કનીમાંથી નીચે પડી જતાં ઇજા પામેલ બે વર્ષનો બાળક સારવારમાં તું કોઈ કામ કરતી નથી કહીને વાંકાનેરના નવા વઘાસિયા ગામે મહિલાએ પતિએ પાઇપથી માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીમાં મનોદિવ્યાંગ યુવતી સાથે દુષ્કર્મ આચારીને ગર્ભવતી બનાવનાર આરોપીને આજીવન કેદની સજા


SHARE









મોરબીમાં મનોદિવ્યાંગ યુવતી સાથે દુષ્કર્મ આચારીને ગર્ભવતી બનાવનાર આરોપીને આજીવન કેદની સજા

મોરબીમાં ઘર કામ માટે આવેલ મનોદિવ્યાંગ યુવતી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું જેથી કરીને તે ગર્ભવતી બની હતી જે કેસ મોરબીની સ્પેશ્યલ એટ્રોસિટી કોર્ટમાં ચાલી ગયો હતો જેમાં તમામ પુરાવાઓને ધ્યાને રાખીને આરોપીને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે અને ત્રણ લાખનો દંડ કરેલ છે તે રકમ પીડિટાણે ચૂકવવા આદેશ કરેલ છે

જાણવા મળેલ માહિતી મુજબ મોરબીમાં રહેતા પરિવારની મનોદિવ્યાંગ યુવતી તેના ઘરની પાસે પડોશીના ઘરે ઘર કામ કરવા માટે ગયેલ હતી ત્યારે આરોપી જયેશ ઉર્ફે લાલો અશ્વિનભાઈ મીરાણીએ તે અનુસૂચિત જાતિ સમાજની યુવતીની સાથે દુષ્કર્મ આચર્યું હતું અને તેના લીધે તે યુવતીને ગર્ભ રહી ગયો હતો જેની યુવતીની માતાને જાણ થતા યુવતીના માતાએ વર્ષ ૨૦૨૨ માં મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવેલ હતી જે કેસ મોરબીની સ્પેશ્યલ એટ્રોસિટી કોર્ટમાં ચાલી જતા સ્પેશ્યલ જજ અને બીજા એડિશનલ સેસન્સ જજ વિરાટ એ. બુદ્ધ સાહેબે મદદનીશ સરકારી વકીલ સંજયભાઈ સી. દવેની દલીલ તેમજ ૧૧ મૌખિક અને ૩૪ દસ્તાવેજી પુરાવા ધ્યાને લઈને આરોપી જયેશ ઉર્ફે લાલો અશ્વિનભાઈ મીરાણીને આજીવન કેદની સજા ફટકારી છે અને આરોપીને ત્રણ લાખનો દંડ કરેલ છે અને તે દંડની રકમ પીડિતાને ચૂકવવા આદેશ કરેલ છે




Latest News