મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ મોરબીમાં 16 શ્રાદ્ધ નિમિત્તે અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ મોરબીમાં આઈટીઆઈ પાસે અકસ્માતોને નિવારવા માટે વિદ્યાર્થીઓએ કર્યો ચક્કાજામ: હવે કરશે કલેકટરને રજૂઆત વાંકાનેર સિટી અને તાલુકામાં દારૂના ગુનામાં નાસતા ફરતા બે આરોપીને ઝડપી લીધા હળવદના ચંદ્રગઢ ગામે વાડીએ રહેલા યુવાનની અજાણ્યા શખ્સ દ્વારા માથામાં બોથડ પદાર્થના ઘા મારીને હત્યા મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં અકસ્માતના 5 બનાવમાં 7 વ્યક્તિને ઇજા થતાં સારવારમાં મોરબી નજીક બાલ્કનીમાંથી નીચે પડી જતાં ઇજા પામેલ બે વર્ષનો બાળક સારવારમાં તું કોઈ કામ કરતી નથી કહીને વાંકાનેરના નવા વઘાસિયા ગામે મહિલાએ પતિએ પાઇપથી માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા OPS માટે ડીઝીટલ આંદોલન


SHARE









મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા OPS માટે ડીઝીટલ આંદોલન

ગાંધીનગર ખાતે યોજાયેલ મહા પંચાયતમાં સરકારે ખાત્રી આપ્યા બાદ પણ OPS નો ઠરાવ ન થતા કર્મચારીઓ ડીઝીટલ આંદોલનના માર્ગે વળ્યા છે અત્રે ઉલેખનીય છે કે, જેટલા કાર્યક્રમો આઝાદીની લડતમાં સ્વાતંત્ર સેનાનીઓએ આપ્યા હતા એનાથી વધારે બિનશૈક્ષણિક કામગીરી કરી કરીને નિષ્ઠાવાન શિક્ષકો થાકી ગયા છે. આવી જ રીતે કર્મચારીઓના પ્રશ્નોના આંદોલનમાં સન્નિષ્ઠ કાર્યકર્તા પણ કાર્યક્રમોમાં ભાગ લઈ લઈ થાકી ગયો છે. જેમકે માસ સી.એલ, પેન ડાઉન, ચોક ડાઉન, શટ ડાઉન, ધરણા, આવેદન, ધારાસભ્યઓને આવેદન અને લેખિત રજૂઆત, સાંસદ સભ્યઓને આવેદન અને લેખિત રજૂઆત, પાર્ટી પ્રમુખને આવેદન અને લેખિત રજૂઆત રેલી, મહારેલી, બાઈક રેલી, કાર રેલી, સાયકલ રેલી, દાંડી યાત્રા, ઉપવાસ, પ્રતિક ઉપવાસ, કાળી પટ્ટી ધારણ કરવી, કાળા કપડા પહેરવા, વતનની માટીનું તિલક, પ્રતિમાને સુતરની આંટી પહેરાવી, જાહેર સ્થળોનો સફાઈ વિગેરે તેમજ મહાપંચાયત, ઓનલાઇન કામગીરીનો  બહિષ્કાર સહિતના કાર્યક્રમો આપેલ છે આ બધુ જ કરવા છતાં સરકાર સાંભળતી ન હોય અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે સોસીયલ મીડિયા દ્વારા સેલ્ફી આંદોલન જાહેર કરેલ છે. આ બધી હજારોની સંખ્યામાં સેલ્ફીઓ એકત્ર કરી મુખ્યમંત્રીના કાર્યાલયમાં જમા કરાવવામાં આવશે.




Latest News