મોરબીમાં પોલીસને બાતમી આપતો હોવાની શંકા રાખીને યુવાન ઉપર છરી વડે હુમલો કરનારા બે શખ્સ ઝડપાયા મોરબીમાં શાળાઓ શરૂ થતાની સાથે જ ટ્રાફિક પોલીસની ખાસ વાહન ચેકિંગ ડ્રાઈવ યોજાઇ મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં ગુજરાત ગેસ કંપની દ્વારા કરાયું વૃક્ષા રોપણ હળવદમાં 15 વર્ષ જૂના ઝઘડો ખાર રાખીને યુવાન ઉપર એક શખ્સે કર્યો પાઇપ વડે હુમલો મોરબીના રંગપર નજીક કારખાનામાં ઈલેક્ટ્રિક શોટ લાગતા સગીર બાળકનું મોત મોરબીમાં જૂની અદાવતનો ખાર રાખીને છરી, લાકડી, પાઇપ વડે હુમલો કરીને યુવાનની સાત શખ્સોએ કરી હત્યા વાંકાનેરના નવા ઢુવા ગામમાંથી 70 બોટલ દારૂ-10 બિયરના ટીન ભરેલ કાર સાથે એક પકડાયો: 4.92 લાખનો મુદામાલ કબ્જે ઓસ્ટ્રેલિયાના સિડનીમાં શંકાસ્પદ હાલતમાં મૃત્યુ પામેલ હળવદના મેરૂપર ગામના યુવાનનો મૃતદેહ વતનમાં લાવીને અંતિમક્રિયા કરાઇ, આખુ ગામ હિબકે ચડ્ય
Breaking news
Morbi Today

મોરબી-ટંકારાના દારૂના ગુનામાં ૧૮ વર્ષથી ફરાર આરોપી રાજસ્થાનથી પકડાયો


SHARE

















મોરબી-ટંકારાના દારૂના ગુનામાં ૧૮ વર્ષથી ફરાર આરોપી રાજસ્થાનથી પકડાયો

મોરબી સીટી એ ડીવીજન અને તથા ટંકારા પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુનામાં ૧૮ વર્ષથી આરોપી નાસરો ફરતો હતો જે આરોપીને રાજસ્થાન રાજયના પાલી જિલ્લાના રોહટ ખાતેથી એલસીબીની ટીમે ઝડપી લીધેલ છે અને આરોપીને ટંકારા પોલીસ હવાલે કરવામાં આવેલ છે

મોરબી જિલ્લા એલસીબીના પીઆઇ ડી.એમ.ઢોલની સૂચના મુજબ પીએસઆઈ કે.એચ. ભોચીયા તથા એલ.સી.બી. અને પેરોલ ફર્લો સ્કવોડની ટિમ કામ કરી રહી છે તેવામાં પેરોલ ફર્લો સ્કવોડના વિક્રમસિંહ બોરાણા, પુથ્વીસિંહ જાડેજા, દશરથસિંહ ચાવડાને ખાનગીરાહે હકિકત મળેલ કે, ટંકારા અને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ દારૂના ગુનામાં છેલ્લા ૧૮ વર્ષથી નાસતો ફરતો આરોપી પુનમારામ ઉર્ફે પુનમચંદ ભીખારામ બિશ્નોઇ રહે. અરણાઇ તા.જી. સાંચૌર રાજસ્થાન વાળો છેલ્લા ઘણા વર્ષોથી પોતાના પરીવાર સાથે હૈદરાબાદ ખાતે રહેતો હોય અને હાલે પોતાના વતનમાં રાજસ્થાન રાજયના પાલી જિલ્લાના રોહટ ખાતે હોવાની હકીકત મળી હતી જેના આધારે પેરોલ ફર્લો સ્ટાફના માણસોએ ત્યાં જઈને આરોપી પુનમારામ ઉર્ફે પુનમચંદ ભીખારામ માંજુ જાયે બિશ્નોઇ (૫૮) રહે. અરણાઇ માજો કી ઢાણી તા.જી.સાંચૌર રાજસ્થાન વાળાની સી.આર.પી.સી. કલમ ૪૧(૧) આઇ મુજબ અટક કરીને આગળની કાર્યવાહી અર્થે ટંકારા પોલીસને સોપી આપેલ છે






Latest News