મોરબીમાં ક્રિષ્ના હોસ્પિટલના સ્ટાફ અને જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓને અપાઈ ફાયરની તાલીમ મોરબી મહાપાલિકાની ટીમે એક અઠવાડીયામાં 35 ઢોરને પકડીને ડબ્બે પૂરી દીધા મોરબીમાં ગુરુવારથી દુર્ગાપુજા મહોત્સવનો પ્રારંભ મોરબીના રાજકોટ હાઇવે ઉપર બે બાઈક સામસામે અથડાતા ઇજાગ્રસ્ત વૃધ્ધ સારવારમાં મોરબી આઈટીઆઈ પાસે ડબલસવારી બાઈકને ટ્રકે ઉડાવતા બે યુવકને ઈજા મોરબી જીલ્લાના સરકારી શિક્ષકોના પગાર માટે એક્સિસ બેંક સાથે સેલેરી એકાઉન્ટ માટે એમઓયુ કરાયા લાયન્સ કલબ ઓફ મોરબી સીટી નો એક માનવીય સેવાકીય પ્રોજેક્ટ મોરબી જીલ્લામાં શરૂ કરાયેલ પાસપોર્ટ સેવા મોબાઇલ વાનને મળ્યો સારો પ્રતિસાદ
Breaking news
Morbi Today

વાંકાનેરના રાજાવડલા ગામે જુગાર રમતા છ જુગારી ૧૨૪૮૦ ની રોકડ સાથે પકડાયા


SHARE









વાંકાનેરના રાજાવડલા ગામે જુગાર રમતા છ જુગારી ૧૨૪૮૦ ની રોકડ સાથે પકડાયા

વાંકાનેર નજીક આવેલ રાજાવડલા બીપીએલ વિસ્તારમાં શાળા પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી અને ત્યારે સ્થળ ઉપરથી છ શખ્સો જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે ૧૨૪૮૦ ની રોકડ કબજે કરી જુગાર હેઠળ આગળની કાર્યવાહી કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર સીટી પોલીસની ટીમ પેટ્રોલિંગ હતી ત્યારે રાજાવડલા બીપીએલ વિસ્તારમાં કન્યા શાળા પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા વિશાલદીપસિંહ અમરસિંહ પરમાર (૨૭), કાળુભાઈ છગનભાઈ માણસુરીયા (૫૦), કેશુભાઈ પોપટભાઈ માલકીયા (૬૦),  લાલજીભાઈ કરસનભાઈ માલકીયા (૪૭), વલ્લભભાઈ પોપટભાઈ દેત્રોજા (૬૦) અને ગિરધરભાઈ ગોબરભાઇ કોબિયા (૪૮) જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેની પાસેથી ૧૨,૪૮૦ રૂપિયાની રોકડ કબજે કરી હતી અને વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી 

એક બોટલ દારૂ

મોરબી તાલુકાના સાપર ગામની સીમમાં પાવળીયારી કેનાલ પાસેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવ્યો હતો ત્યારે તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે ૩૭૫ ની કિંમતની દારૂની બોટલ કબજે કરી હતી અને આરોપી રાહુલકુમાર કાનજીભાઈ હુંબલ જાતે આહિર (૨૨) રહે. કુંભારિયા તાલુકો માળીયા મીયાણા વાળાની ધરપકડ કરીને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે




Latest News