મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

ટંકારા નજીક અકસ્માત કરીને આધેડનું મોત નિપજાવનાર સરકારી ટાટા સુમો ગાડીના ચાલક સામે ગુનો નોંધાયો


SHARE









ટંકારા નજીક અકસ્માત કરીને આધેડનું મોત નિપજાવનાર સરકારી ટાટા સુમો ગાડીના ચાલક સામે ગુનો નોંધાયો

ટંકારાના જબલપુર ગામના પાટીયા પાસેથી સરકારી ગાડી પસાર થઈ રહી હતી ત્યારે સરકારી ગાડી ડીવાઈડર કુદીને સામેની સાઈડ આવી ગઈ હતી અને ત્યાં ગાડી અને બાઈક અકસ્માત થયો હતો જેમાં આધેડને ગંભીર ઇજા થયેલ હોવાથી તેનું મોત નીપજયું હતું જે બનાવમાં મૃતકના દીકરાએ હાલમાં ટંકારા તાલુકા પોલીસ સ્ટેશને ટાટા સુમો ગાડીના ચાલકની સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે

જાણવા મળતી માહિતી પ્રમાણે હાલમાં મુળ અબડાસા મોટી સુળધ્રો હાલે ટંકારા પોલીસ સ્ટેશન પાછળ સંધીવાસ  ઇમ્તીયાજભાઇ સાલેમામદભાઇ કેર જાતે મુસ્લીમ (૨૩)એ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ટાટા સુમો ગાડી નંબર જીજે ૩ જી ૧૮૨૮ ના ચાલક સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, ટંકારા તાલુકાનાં જબલપુર ગામના પાટીયા નજીક આવેલ ઇન્દ્રપ્રસ્થ-૨ સોસાયટીની સામે જામનગર તરફથી આવતી ટાટા સુમો ગાડી જીજે ૩ જી ૧૮૨૮ ના ચાલકે ગાડી ડીવાઈડર ઉપર ચલાવીને લોખંડનો પાઇપ તોડીને સામેના ભાગે રોડ ઉપર ગાડીને લઈ આવી હતી ત્યારે સામેથી ફરિયાદીના પિતા સાલેમામદ ઓસમાણભાઇ કેર (૫૦) રહે, મોટી સુરધ્રો વાળા  બાઇક નંબર જી.જે ૧૨ એચ.બી ૦૧૪૫ લઈને આવી રહ્યા હતા ત્યારે તેના બાઇકને હડફેટે લેતા તેઓને ગંભીર ઇજા થયેલ હતી જેથી કરીને તેનું મોત નીપજયું હતું હાલમાં આ બનાવમાં મૃતકના દીકરાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે અને આ બનાવની ટંકારા તાલુકા પોલીસના આઈ.ટી. જામ આગળની વધુ તપાસ કરી રહ્યા છે




Latest News