મોરબીમાં વાહનનો ઓવરટેક કરવા બાબતે ઝઘડો કરીને સોની યુવાનની છરીના ત્રણ ઘા ઝીંકીને હત્યા; આજે સોની બજાર બંધ મોરબીની ઉમિયાનગર સોસાયટીમાં રહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત માળીયા (મી)ના સોનગઢ ગામે વીજપોલ ઉપરથી નીચે પટકાતા યુવાનનું મોત લાલબત્તી સમાન કિસ્સો: ટંકારામાં નવો ફોન લેવાની જીદ કરતી પત્નીને પગાર આવે પછી ફોન લઈ આપવાનું પતિએ કહેતા મહિલાએ ગળાફાંસો ખાઈને કર્યું વાંકાનેર વિસ્તારમાં સૌની યોજનાની તાંત્રિક કામગીરી ઝડપથી કરવા મંત્રીને ધારાસભ્યએ કરી રજૂઆત મોરબીની વિવેકાનંદ કન્યા શાળા ખાતે માતૃભાષા મહોત્સવ ઉજવાયો વાંકાનેરના મેસરીયા ગામે પોલીસ પ્રોટેક્શન સાથે કામ કરવા આવેલ જેટકોને અધિકારીઓને મહેશ રાજકોટીયાએ તતડાવી નાખ્યા મોરબી જીલ્લામાં આમ આદમી પાર્ટી છોડીને મહિલા આગેવાનો કોંગ્રેસમાં જોડાયા
Breaking news
Morbi Today

મોરબીમાં લક્કી ગ્રૂપ દ્વારા વિશ્વ ચકલી દિવસે ૪૫૦૦ ચકલીના માળા-૨૦૦૦ કુંડાનું વિતરણ


SHARE













મોરબીમાં લક્કી ગ્રૂપ દ્વારા વિશ્વ ચકલી દિવસે ૪૫૦૦ ચકલીના માળા-૨૦૦૦ કુંડાનું વિતરણ

મોરબીના સામાકાંઠે વિસ્તારમાં કાર્યરત લક્કી ગ્રુપ દ્વારા ચકલીઓને બચાવવા માટે ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે ત્યારે આ ગ્રૂપના યુવાને વિશ્વ ચકલી દિને ૪૫૦૦ જેટલા ચકલીના માળાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું

વિશ્વ ચકલી દિવસ નિમિતે મોરબીમાં જુદી જુદી સંસ્થાઓ દ્વારા ચકલીના માળાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે ત્યારે મોરબીના સામાકાંઠે વિસ્તારમાં ૧૫ જેટલા યુવાનોનું લક્કી ગ્રુપ કાર્યરત છે આ ગ્રુપ દ્વારા કોઈની પાસેથી દાન લીધા વગર પોતાના ખિસ્સાના રૂપિયામાંથી ચકલીના માળા બનાવવામાં આવે છે છેલ્લા ૧૫ વર્ષથી આ ચકલી બચાવો ઝુંબેશ લક્કી ગ્રુપ દ્વારા શરુ કરવામાં આવી છે અને અત્યાર સુધીમાં મોરબી તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં કુલ મળીને દોઢ લાખ જેટલા ચકલીના માળાનું આ ગ્રુપ દ્વારા વિતરણ કરી દેવામાં આવ્યું છે અને આ વર્ષે શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં કુલ મળીને ૪૫૦૦ ચકલીના માળ અને બે હજાર જેટલા પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું વધુમાં માહિતી આપતા આ ગ્રુપના મોહિત ઘોડાસરાએ જણાવ્યુ હતું કે, ૧૫ વર્ષથી મિત્રો સાથે મળીને ચકલીને બચાવવા માટે કામ કરી રહ્યા છીએ અને લોકો તેમાં સહકાર પણ આપે જ છે જો કે, આ વર્ષ મકરસંક્રાંતિ ઉપર પતંગ દોરાનો સ્ટોલ કરવામાં આવ્યો ન હતો અને કોઈ પાસેથી પૈસા પણ લેવામાં આવેલ નથી અને તેમણે સ્વ ખર્ચે માળા અને કુંડા લઈ આવીને ચકલી બચાવવા માટેની ઝુંબેશ ચાલુ રાખેલ છે

મોરબીના ખાખરાળા ગામે આહીર સેના દ્વારા ચકલીના માળાઓનું વિતરણ કરાયું

વિશ્વ ચકલી દિવસ નિમિત્તે આહીર સેના મોરબી તથા જામનગર તેમજ નવરંગ નેચર ક્લબના સયુંકત ઉપક્રમે મોરબીના ખાખરાળા પ્રાથમિક શાળા મુકામે ચકલીઘરનું વિતરણ કરવામાં આવ્યું હતુ.આ તકે આહીર સેના ગુજરાત જામનગર જિલ્લા પ્રમુખ ગીરીશભાઈ ડેર, આહીર સેના ગુજરાત મોરબી જિલ્લા પ્રમુખ ભરતભાઈ ડાવેરા, આહીર સેના મોરબી શહેર પ્રમુખ દ્વારકેશભાઈ કુંભરવાડીયા, નવરંગ નેચર કલબ પ્રમુખ વી.ડી.બાળા, આહીર સેના મોરબી જિલ્લા ઉપપ્રમુખ રાજુભાઈ જીલરીયા ઉપસ્થિત રહ્યા હતાં.તેમજ બાળકો દ્વારા આપડાથી વિમુખ થતી જતી ચકલીઓને કઈ રીતે બચાવી શકાય તે મુદ્દે વક્તવ્ય તેમજ નૃત્ય દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યું હતુ








Latest News