મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

માળીયા(મીં) ના હરીપર આંકડીયા રણ વિસ્તારમાં મતદાન જાગૃતિનો કલેકટરની હાજરીમાં કાર્યક્રમ યોજાયો


SHARE









માળીયા(મીં) ના હરીપર આંકડીયા રણ વિસ્તારમાં મતદાન જાગૃતિનો કલેકટરની હાજરીમાં કાર્યક્રમ યોજાયો

મોરબી જિલ્લામાં દરેક વ્યક્તિ મતદાન બાબતે જાગૃત બને અને કોઈપણ મતદાર મતદાનના હકથી વંચિત ન રહે તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા વિવિધ કામગીરી, આયોજનો તેમજ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ખાસ કરીને પછાત અને છેવાડાના વિસ્તારમાં લોકો જે મતદાન બાબતે જાગૃત નથી તે લોકોને જાગૃત કરવાના હેતુથી મતદાન જાગૃતિના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે માળીયા મિયાણામાં અનેક અગરિયાઓ વસવાટ કરી રહ્યા છે ત્યારે માળીયા (મીંયાણા) તાલુકાના હરીપર આંકડિયા રણ વિસ્તારમાં અગરિયા લોકોને મતદાન બાબતે જાગૃત કરવા માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને મોરબી કલેક્ટર કે.બી. ઝવેરીની અધ્યક્ષતામાં મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ત્યારે કલેકટરે આગામી ૭ મેના રોજ ૧૮ વર્ષથી ઉપરના તમામ લોકોને જરૂરથી મતદાન કરવા અપીલ કરી હતી અને સર્વે ઉપસ્થિતો લોકોએ ‘હું અવશ્ય મતદાન કરીશ અને લોકશાહીને મજબુત બનાવીશ’ તેવા શપથ લીધા હતા.




Latest News