મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીમાં નજરબાગ રેલવે સ્ટેશન પાસે ડેમુ ટ્રેનની ઝડપે ચડી જતાં અજાણ્યા યુવાનનું મોત


SHARE









મોરબીમાં નજરબાગ રેલવે સ્ટેશન પાસે ડેમુ ટ્રેનની ઝડપે ચડી જતાં અજાણ્યા યુવાનનું મોત

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં નજરબાગ રેલવે સ્ટેશનથી આગળના ભાગમાં પસાર થઈ રહેલ ડેમુ ટ્રેનની ઝડપે અજાણ્યો ૨૦ થી ૨૫ વર્ષનો યુવાન આવી જતા તેનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને આ બનાવની મોરબી બી  ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવી જાણવા મળતી માહિતી મુજબ મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ નજરબાગ રેલવે સ્ટેશનથી આગળના ભાગમાં ડેમુ ટ્રેન પસાર થઈ રહી હતી ત્યારે કોઈ અજાણ્યો ૨૦ થી ૨૫ વર્ષનો યુવાન તે ટ્રેનની ઝડપે ચડી જતાં તેનું મોત નીપજયું હતું ત્યારબાદ તે યુવાનના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યારથી આ બનાવ અંગેની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને અંગેની આગળની વધુ તપાસ જે.જે. ડાંગર ચલાવી રહ્યા છે અને હાલમાં મૃતક યુવાનની ઓળખ મેળવવા માટેની તજવીજ ચાલી રહી છે

મારા મારીમાં ઇજા

મોરબીના માધાપર શેરી નં-૨૨ માં રહેતા મનીષ શાંતિલાલ મારું (૩૦) નામના યુવાનને રાજુભાઈ સવાભાઈ સાથે થયેલ મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે




Latest News