મોરબીના વાવડી રોડ ઉપર રહેણાંક મકાનમાં રેડ, પોસડોડાના જથ્થા સાથે આધેડ પકડાયા મોરબીના હરીપર (કે)-અમરેલી રોડે જુદાજુદા સમયે બે યુવાનોને માર મારીને અજાણ્યા 6 શખ્સોએ ધોળા દિવસે ચલાવી લૂંટ મોરબીના પીપળી ગામ પાસેથી 48 બોટલ દારૂ ભરેલ કાર સાથે બે પકડાયા: 3.72 લાખનો મુદામાલ કબ્જે મોરબીમાં અકસ્માત સર્જીને યુવાનનું મોત નિપજાવનાર અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધાયો ટંકારા: સજા પામેલ આરોપીને પકડી રાજકોટ જેલ હવાલે કર્યો માળીયા (મી)ના હરીપર બ્રીજ પાસેથી 242 બોટલો દારૂ-બીયરના 552 ટીન ભરેલ કાર સહિત 8.91 લાખનો મુદામાલ કબ્જે: આરોપી ફરાર વાંકાનેરના ધમલપર-2 માં જાહેરમાં જુગાર રમતા 4 શખ્સ પકડાયા મોરબીમાં સ્પામાં પોલીસે રેડ કરતાં 100 નંગ નિરોધ, 3 બિયરના ટીન અને 24 પેકેટ ગંજીપાના સાથે મહિલા સહિત ત્રણ પકડાયા
Breaking news
Morbi Today

હળવદ નજીક ટ્રેક્ટર અને બાઈક વચ્ચે અકસ્માત થતાં એકનું મોત, એક સારવારમાં: ગુનો નોંધાયો


SHARE

















હળવદ નજીક ટ્રેક્ટર અને બાઈક વચ્ચે અકસ્માત થતાં એકનું મોત, એક સારવારમાં: ગુનો નોંધાયો

હળવદ નજીક ગઇકાલે મોડી સાંજે રોંગ સાઈડમાં આવી રહેલ ટ્રેક્ટર ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લીધું હતું જેથી અકસ્માત થયો હતો અને તેમાં બે વૃદ્ધને ગંભીર ઇજા થયેલ હતી જે પૈકીનાં એકનું મોત નીપજ્યું છે અને એક હાલમાં સારવાર હેઠળ છે હાલમાં મૃતક ના દીકરાએ ટ્રેક્ટર ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને હાલમાં ટ્રેક્ટર ચાલકની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ હળવદ નજીક શનિવારે રાતે નવેક વાગ્યાની આસપાસ નવા ધનાળા ગામના પાટીયા પાસે રોંગ સાઈડમાં ટ્રેકટર આવી રહ્યું હતું તેના ડ્રાઇવરે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો જેમાં ગોરધનભાઇ રવજીભાઈ દલવાડી (૬૮) નું મોત નીપજ્યું છે જ્યારે ત્રિભોવનભાઈ નાનજીભાઈ દલવાડી (૬૫)ને ગંભીર ઈજા થતાં તેને હળવદ અને ત્યારબાદ વધુ સારવાર માટે સુરેન્દ્રનગર લઈ જવામાં આવેલ છે વધુમાં મળતી માહિતી મુજબ  ગોરધનભાઇઅને ત્રિભોવનભાઈ હળવદમાં આવેલ સ્વામિનારાયણ મંદિરે કથાની પોથીયાત્રામાં આવ્યા હતા અને ત્યાંથી બંને નવા ધનાળા પરત જતાં હતા ત્યારે ગામના પાટીયા પાસે અકસ્માત સર્જાયો હતો જેમાં બે પૈકીનાં એક વૃદ્ધનું મોત નીપજયું છે જે બનાવમાં હાલમાં મૃતક ગોરધનભાઈના દીકરા ધરમશીભાઈ ગોરધનભાઇ કંઝારીયા જાતે દલવાડી (૪૯)એ ટ્રેક્ટર ટ્રોલી નંબર જીજે ૩૬ એફ ૫૮૪૩ ના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે જેના આધારે પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને ટ્રેક્ટર ચાલક વિષ્ણુભાઈ તખુભાઈ અગેચાણીયા જાતે કોળી (૩૬) રહે શિવનગર પ્લોટ સુરવદર તાલુકો હળવદ વાળાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News