મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીમાં ભાજપના આગેવાન દ્વારા RTE ના ફોર્મ વિનામૂલ્યે ભરી આપવાનું હજુ પણ ચાલુ


SHARE









મોરબીમાં ભાજપના આગેવાન દ્વારા RTE ના ફોર્મ વિનામૂલ્યે ભરી આપવાનું હજુ પણ ચાલુ

ગુજરાત સરકાર દ્વારા RTE હેઠળ વર્ષ ૨૦૨૪-૨૫ માં ધો.૧ માં પ્રવેશ માટેની પ્રક્રિયા શરૂ કરવામાં આવેલ છે અને આજથી ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ કરવામાં આવેલ છે અને આ યોજના હેઠળ ખાનગી સ્કૂલમાં શિક્ષણ ફિ ભરવાની થતી નથી તેમજ યુનિફોર્મ, પુસ્તકો, સ્કૂલબેગ વગેરેનો ખર્ચ સરકાર દ્વારા વિદ્યાર્થીના વાલીના બેંક ખાતામાં જમા આપવામાં આવે છે

મોરબીના ત્રાજપર વિસ્તારમાં ભાજપ આગેવાન વિનોદ નાથાભાઈ ડાભી અને તેની ટીમે ત્રાજપર અંબિકા સોસાયટી બંગલો નંબર-૧ ખાતે RTE પ્રવેશ માટેના ફોર્મ વિનામૂલ્યે ભરી આપવાની વ્યવસ્થા કરેલ છે અને મોરબી માળિયા તથા ટંકારા પડધરી વિસ્તારના લોકોમાંથી કોઈને પણ RTE હેઠળ ઓનલાઇન ફોર્મ ભરવાનું હોય તો ત્યાં ભાર આપવામાં આવશે આજે તા ૧૪ થી ૨૬ સુધી આ ફોર્મ ભરવાની કામગીરી કરવામાં આવી હતી અને ત્યાર સુધીમાં ૮૦ બાળકોના ફોર્મ ભરી આપ્યા હતા જો કે, હોળીની રજા આવી હતી જેથી કરીને સરકારે ફોર્મ ભરવાની મુદતમાં વધારો કરેલ છે જેથી આગામી ૩૦ મી તારીખ સુધી આ ફોર્મ ભરવાનું કામ ચાલુ રહેશે તેવું વિનોદ નાથાભાઈ ડાભીએ જણાવ્યુ છે અને આ ફોર્મ ભરવા માટે વિદ્યાર્થીનો જન્મનો દાખલો, રહેઠાણનો પુરાવો (લાઇટબીલ, રેશન કાર્ડ), વાલીનું જાતિનું પ્રમાણપત્ર, વિદ્યાર્થીનો પાસપોર્ટ સાઇઝ નો ફોટો, વાલીનો આવકનો દાખલો (મામલતદારનો), વિદ્યાર્થી નું આધાર કાર્ડ, વાલીનું આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, બાળક કે વાલીના બેંક ખાતાની પાસબુક સાથે લાવવાની રહે છે આ ફોર્મ ભરવા https://rte.orpgujarat.com/ ઉપર ભરવામાં આવે છે 




Latest News