મોરબી મહાપાલિકાની 52 બેઠકો માટે ભાજપના આગેવાનોમાં ભારે ઉત્સાહ: દરેક વોર્ડમાંથી એવરેજ 30 થી 40 આગેવાનોએ કરી ટિકિટની માંગણી મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ કિશોરભાઇ ચિખલિયાના બેસણા સાથે રક્તદાન કેમ્પ યોજાયો મોરબી તાલુકાના એન.ડી.પી.એસ.ના ગુન્હામાં એસ.ઓ.જી.ની ટીમે આરોપીને દબોચ્યો મોરબીના જેતપર ગામે હનુમાનજી મંદિરનું પુનર્નિર્માણ કરાયું, સામાજિક સમરસતાનો ત્રિવિધ કાર્યક્રમ યોજાયો અપમૃત્યુના 4 બનાવ: હળવદ-માળીયા તાલુકામાં પાણીમાં ડૂબી જવાથી બે લોકોના મોત, અરણીટીંબા ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું સારવારમાં મોત: વાંકાનેરમાં ઉલ્ટી બાદ વૃદ્ધનું મોત મોરબી જીલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ૨૬મી એપ્રિલે મતદાન: ૮૬૧ મતદાન મથકો નિર્ધારિત કરાયા મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સંદર્ભે કલેક્ટરના અધ્યક્ષસ્થાને નોડલ અધિકારીઓની સમીક્ષા બેઠક યોજાઈ મોરબી જીલ્લામાં મહાપાલિકા, જિલ્લા-તાલુકા પંચાયત અને પાલિકાઓની ચૂંટણી પારદર્શી વાતાવરણમાં સંપન્ન કરવા તંત્ર સજ્જ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા એલસીબીનો ચાર્જ એમ.પી. પંડ્યા અને તાલુકાનો ચાર્જ એન.આર.મકવાણાને સોપાયો


SHARE











મોરબી જિલ્લા એલસીબીનો ચાર્જ એમ.પી. પંડ્યા અને તાલુકાનો ચાર્જ એન.આર.મકવાણાને સોપાયો

મોરબી તાલુકાના લાલપર ગામ પાસે સાન્વી ટ્રેડિંગ નામની ગોડાઉનમાં એસએમસીની ટીમ દ્વારા ૨૦ તારીખે રાત્રીના સમયે રેડ કરવામાં આવી હતી અને ૧.૫૧ કરોડ રૂપિયાનો દારૂ તેમજ બે ટ્રક, બે બોલેરો અને એક હોન્ડા સિટી કાર સહિત કુલ મળીને ૨.૨૦ કરોડનો મુદામાલ કબ્જે કરીને ૧૦ આરોપીઓને પકડવામાં આવેલ હતા અને મુખ્ય સૂત્રધાર સહિત કુલ મળીને ૨૧ આરોપીની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ હતી અને આ ઘટનાના પડઘા રૂપે રાજ્યના પોલીસ વડા દ્વારા મોરબી જિલ્લા એલસીબીના પીઆઇ તથા મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ ને સસ્પેન્ડ કરવામાં આવેલ છે. ત્યારબાદ મોરબી જિલ્લા એલસીબીનો ચાર્જ એસઓજીના પીઆઇને તથા મોરબી તાલુકા પોલીસ સ્ટેશનનો ચાર્જ મોરબી જિલ્લા સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પીઆઇને સોપવામાં આવેલ છે

 દેશમાં લોકસભાની ચૂંટણી જાહેર થઈ ગઈ છે અને ચૂંટણી જાહેર થઈ ગયા બાદ કોઈપણ જગ્યાએથી દારૂનો મોટો જથ્થો પકડાય કે કોઈ મોટી રોકડ પકડાય તો તે અંગેની જાણ ચૂંટણી પંચને કરવાની થતી હોય છે ત્યારે મોરબી નજીક લાલપર ગામ પાસે ગોડાઉનમાંથી અમદાવાદના લીસ્ટ બુટલેગર જીમિત પટેલનો ૧.૫૧ કરોડ રૂપિયાની કિંમતનો દરૂનો જથ્થો પકડાયો જ હતો જેથી કરીને આ અંગેની જાણ ચૂંટણી પંચને કરવામાં આવી હતી અને ત્યારબાદ પંચના આદેશ મુજબ રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય દ્વારા મોરબી જિલ્લા એલસીબીના પીઆઇ ડી.એમ. ઢોલ તથા મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ કે.એ. વાળાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ત્યારબાદ મોરબી જિલ્લા એલસીબીના ચાર્જ હાલમાં મોરબીના એસપી રાહુલ ત્રિપાઠી દ્વારા મોરબી જિલ્લા એસઓજીના પીઆઈ એમ.પી. પંડ્યા ને સોંપવામાં આવેલ છે આવી જ રીતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનનો ચાર્જ મોરબી જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પીઆઇ એન.આર. મકવાણાને સોંપવામાં આવ્યો છે






Latest News