મોરબી મહાપાલિકાની 52 બેઠકો માટે ભાજપના આગેવાનોમાં ભારે ઉત્સાહ: દરેક વોર્ડમાંથી એવરેજ 30 થી 40 આગેવાનોએ કરી ટિકિટની માંગણી મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ કિશોરભાઇ ચિખલિયાના બેસણા સાથે રક્તદાન કેમ્પ યોજાયો મોરબી તાલુકાના એન.ડી.પી.એસ.ના ગુન્હામાં એસ.ઓ.જી.ની ટીમે આરોપીને દબોચ્યો મોરબીના જેતપર ગામે હનુમાનજી મંદિરનું પુનર્નિર્માણ કરાયું, સામાજિક સમરસતાનો ત્રિવિધ કાર્યક્રમ યોજાયો અપમૃત્યુના 4 બનાવ: હળવદ-માળીયા તાલુકામાં પાણીમાં ડૂબી જવાથી બે લોકોના મોત, અરણીટીંબા ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું સારવારમાં મોત: વાંકાનેરમાં ઉલ્ટી બાદ વૃદ્ધનું મોત મોરબી જીલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ૨૬મી એપ્રિલે મતદાન: ૮૬૧ મતદાન મથકો નિર્ધારિત કરાયા મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સંદર્ભે કલેક્ટરના અધ્યક્ષસ્થાને નોડલ અધિકારીઓની સમીક્ષા બેઠક યોજાઈ મોરબી જીલ્લામાં મહાપાલિકા, જિલ્લા-તાલુકા પંચાયત અને પાલિકાઓની ચૂંટણી પારદર્શી વાતાવરણમાં સંપન્ન કરવા તંત્ર સજ્જ
Breaking news
Morbi Today

ક્ષત્રિય સમાજ વિશે ટિપ્પણી કરનારા પરસોત્તમભાઈ રૂપાલાની રાજકોટની ટિકિટ રદ કરો: કરણી સેનાની વડાપ્રધાનને રજુઆત


SHARE











ક્ષત્રિય સમાજ વિશે ટિપ્પણી કરનારા પરસોત્તમભાઈ રૂપાલાની રાજકોટની ટિકિટ રદ કરો: કરણી સેનાની વડાપ્રધાનને રજુઆત

લોકસભાની રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમભાઈ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે જે અભદ્ર ટિપ્પણી કરી હતી તેને લઈને રાજપૂત સમાજે વિરોધ નોંધાવ્યો છે. અને હાલમાં પરસોત્તમભાઈ રૂપાલાની ટિકિટ રાજકોથી રદ કરવામાં આવે અને તેને ક્યાંયથી ટીકીટ ન આપવામાં આવે તેવી માંગ કરી છે

રાજપૂત કરણી સેનાના ગુજરાત પ્રદેશ મહામંત્રી કનકસિંહ ડી. જાડેજાએ હાલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લેખિતમાં રજુઆત કરી છે જેમાં જણાવ્યું છે કે, એક જ્ઞાતિ સંમેલનમાં લોકસભા ચુંટણીના અનુસંધાને સાંસદ અને કેન્દ્રીય મંત્રી રહી ચુકેલ પરસોત્તમભાઈ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિષે અભદ્ર, અશોભનીય અને અત્યંત વિકૃત માનસિકતા ભરેલ ટિપ્પણી કરેલ છે. જેથી કરીને સમાજમાં ભારે રોષની લાગણી ફેલાયેલ છે આ રાષ્ટ્રની સુરક્ષા, સલામતિ અને અસ્મિતાના જાગ્રત પહરી સમાન ક્ષત્રિય સમાજે લાખો બલિદાન આપ્યા છે ત્યારે કેન્દ્રીય મંત્રી અને સાંસદ જેવી જવાબદાર જાહેર જીવનની વ્યકિત ઇતિહાસ જાણ્યા વિના ફકતને ફકત ટૂંકી સ્વાર્થ બુધ્ધિથી રાજકીય લાભ મેળવવા બેજવાબદારી ભર્યા મનઘડત નિવેદનો આપે તે ખુબ જ દુઃખદ છે. અને સમગ્ર રાજપુત સમાજ ખુબ જ વ્યથિત છે અને ઉંડા આઘાતની લાગણી અનુભવે છે. અને રાજપુત સમાજ તેમજ સંગઠનોએ બેજવાબદાર અને સમાજ વિરોધી માનસિકતા ધારવતા પરસોત્તમભાઈ રૂપાલાની રાજકોટની ટિકિટ રદ કરવામાં આવે અને રાજકોટ બેઠક જ નહિ પરંતુ સમગ્ર રાષ્ટ્રમાં એકપણ સ્થળેથી ચૂંટણી લડવા માટે ટિકીટ ન આપે તેવી માંગ કરી છે






Latest News