મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીમાં ૧.૫૧ કરોડના દારૂ કેસમાં પકડાયેલા એક આરોપીના રિમાન્ડ મંજૂર: અગાઉ ઝડપાયેલ ચાર આરોપીના રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે


SHARE







મોરબીમાં ૧.૫૧ કરોડના દારૂ કેસમાં પકડાયેલા એક આરોપીના રિમાન્ડ મંજૂર: અગાઉ ઝડપાયેલ ચાર આરોપીના રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે

મોરબીના લાલપર ગામ પાસે ગોડાઉનમાં એસએમસીની ટીમે રેડ કરીને ૧.૫૧ કરોડ રૂપિયાનો દારૂ તેમજ બે ટ્રક, બે બોલેરો અને એક હોન્ડા સિટી કાર સહિત કુલ મળીને ૨.૨૦ કરોડનો મુદામાલ કબ્જે કરીને ૧૦ આરોપીઓને પકડવામાં આવ્યા હતા જે પૈકીનાં ૬ આરોપી જેલ હવાલે કરવામાં આવેલ છે અને ચાર આરોપી રિમાન્ડ ઉપર હતા તેના રિમાન્ડ પૂરા થતાં તેને કોર્ટમાં રજૂ કરીને હાલમાં જેલ હવાલે કરવામાં આવેલ છે અને આ ગુનામાં છેલ્લે પકડવામાં આવેલ આરોપીના ૬ દિવસના રિમાન્ડ કોર્ટે મંજૂર કરેલ છે

અમદાવાદના લીસ્ટેડ બુટલેગર જીમિત શંકરલાલ પટેલ દ્વારા લાલપર ગામ પાસે છેલ્લા પાંચ મહિનાથી ગોડાઉનને ભાડે રાખીને ત્યાં રાજસ્થાનના કુખ્યાત બુટલેગર રાજારામ મારવાડી અને ભરત મારવાડી સાથે ભાગીદારીમાં દારૂનો જથ્થો લઈ આવવામાં આવતો હતો અને દારૂનો ધંધો મોરબી જીલ્લામાં ગોડાઉન ભાડે રાખીને ત્રણ જીલ્લામાં કરવામાં આવતો હતો આ ગુનામાં પોલીસે રેડ કરી હતી ત્યારે ગોડાઉનના મેનેજર રમેશ પુંજા પટણી અને ત્યાં કામે રાખવામા આવેલ મજૂરો સહિત કુલ ૧૦ આરોપીઓને પકડવામાં આવ્યા હતા અને માલ મંગાવનારા જીમિત શંકરભાઈ પટેલ સહિત કુલ મળીને ૨૧ શખ્સોની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ગુનો નોંધવામાં આવ્યો હતો

મોરબીના લાલપર ગામે રેડ કરી હતી ત્યારે ૧,૫૧,૧૦,૩૪૦ ની કિંમતની ૬૧૧૫૨ દારૂની બોટલ, અઢી લાખની રોકડ, ૭૦ હજારની કિંમતના ૧૦ મોબાઈલ ફોન, બે ટ્રક, બે બોલેરો પીકઅપ વાહન, એક કાર મળી ૬૬.૫૦ લાખ અને કુલ મળીને ૨,૨૦,૯૦,૪૪૦ નો મુદામાલા કબ્જે કરવામાં આવ્યો હતો જો કે, માલ મંગાવનારા અમદાવાદનો બુટલેગર જીમિત શંકરભાઈ પટેલ તેમજ તેના બે ભાગીદાર રાજારામ મારવાડી અને ભરત મારવાડી સહિતના ૧૧ આરોપીઓ આ ગુનામાં પકડવાના બાકી હતા આ ગોડાઉન સુધી પોલીસ ન પહોચે તે માટે ભેજાબાજ બુટલેગર દ્વારા જીપીએસ ટ્રેકર, મોબાઈલ જામર સહિતના આધુનિક સાધનોનો ઉપયોગ કરવામાં આવતો હોવાનું પણ પહેલા સામે આવ્યું હતું અને માલ લેવા કે મૂકવા આવેલા વાહન ચાલકને ગોડાઉન સુધી આવવા દેવામાં આવતા ન હતા

વધુમાં પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ આ આરોપીઓ દ્વારા દારૂની હેરફેરી કરવા માટે જે વાહનોનો ઉપયોગ કરવામાં આવતો હતો તેમાં ખોટી નંબર પ્લેટ લગાવતા હતા અને તે ગાડીના એન્જિન અને ચેસિસ નંબર પણ ભૂસી નાખતા હતા તેમજ માલની લેવડ દેવડ માટે વ્હોટ્સએપ કોલ કે પછી ઇન્ટર નેશનલ કોલનો ઉપયોગ કરતાં હતા તેમજ સૌથી મોટી વાત એ છે કે તેઓ બીજાના નામે લીધેલા સીમકાર્ડનો ઉપયોગ કરતાં હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે જો કે, હજુ આ ગુનામાં અમદાવાદનો બુટલેગર જીમિત શંકરભાઈ પટેલ તેમજ તેના બે ભાગીદાર રાજારામ મારવાડી અને ભરત મારવાડી પકડાશે પછી ઘણા ચોંકાવનારા ખુલાસા થશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી

આ ગુનાની તપાસ મોરબી જિલ્લા એસઓજીના પીઆઇ એમ.પી પંડ્યાને સોપવામાં આવેલ છે અને પકડાયેલા ૧૦ પૈકીનાં ૬ આરોપી જેલ હવાલે થયેલ હતા અને ગોડાઉન સાંભળનાર મેનેજર આરોપી રમેશ પુંજાભાઈ પટણી (કચ્છ) તથા ખિયારામ સોનારણ જાટ (રાજસ્થાન), શિવકરણ નર્મદાપ્રસાદ કેવટ (મધ્યપ્રદેશ) અને મુકેશ માલાભાઈ ગમારા (માથક) ૧૦ દિવસના રિમાન્ડ ઉપર હતા જે રિમાન્ડ પૂરા થતાં આરોપીઓને પાછા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને તે ચાર આરોપીઓને હાલમાં જેલ હવાલે કરવામાં આવેલ છે અને વધુમાં તપાસનીસ અધિકારી પાસેથી મળતી માહિતી મુજબ આ ગુનામાં બોલેરો ગાડી વાળા આરોપી યુવરાજસિંહ પરમાર રહે. દેવળીયા તાલુકો હળવદ વાળાની ધરપકડ કરી હતી તેને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે આરોપીના ૬ દિવસના રિમાન્ડ મંજૂર કરેલ છે જેથી આરોપી કેટલા સમયથી જીમીત પટેલના સંપર્કમાં હતો અને દારૂના ગોરખધંધામાં મોરબી જિલ્લામાંથી બીજા કોણ કોણ સંડોવાયેલ છે તે દિશામાં હવે તપાસ કરવામાં આવશે






Latest News