મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીના પીપળી રોડે બાવળની જાળીમાંથી 212 બોટલ દારૂ સાથે એકની ધરપકડ: બે શખ્સોની શોધખોળ


SHARE









મોરબીના પીપળી રોડે બાવળની જાળીમાંથી 212 બોટલ દારૂ સાથે એકની ધરપકડ: બે શખ્સોની શોધખોળ

મોરબીના જેતપર રોડ ઉપર પીપળી ગામ નજીક આવેલ રોયલ પાર્ક સામેના ભાગમાં બાવળની જાળીમાં પોલીસે દારૂની રેડ કરી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી 212 બોટલ દારૂ સાથે એક શખ્સ મળી આવ્યો હતો જેથી પોલીસે 40,725 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને તેની પાસેથી બે શખ્સોના નામ સામે આવ્યા હોય તે બંને આરોપીઓને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરી છે

મોરબી સીટી બી ડિવિઝન પોલિસી ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબીના જેતપર રોડ ઉપર પીપળી ગામ નજીક આવેલ રોયલ પાર્કની સામેના ભાગમાં બાવળની જાળીમાં દારૂનો જથ્થો હોવા અંગેની ચોક્કસ હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની જુદી જુદી બ્રાન્ડની કુલ મળીને 212 બોટલો મળી આવતા પોલીસે 40,725 ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી વિપુલભાઈ લીંબાભાઇ કટેશીયા જાતે કોળી (35) રહે શાંતિનગર સોસાયટી પીપળી ગામ તાલુકો મોરબી મૂળ રહે. ગુંદાણા તાલુકો વિંછીયા વાળાની સ્થળ ઉપરથી પોલીસે ધરપકડ કરી હતી અને તેની પ્રાથમિક પૂછપરછમાં પ્રવીણભાઈ શિવાભાઈ જોગરાજીયા હાલ રહે. શાંતિનગર સોસાયટી પીપળી ગામ મોરબી અને વિપુલભાઈ મનસુખભાઈ દલવાણીયા હાલ રહે. શાંતિનગર સોસાયટી પીપળી ગામ વાળાના નામ સામે આવ્યા હોય પોલીસે તે બંને સહિત કુલ ત્રણ શખ્સોની સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધ્યો છે અને તેને પકડવા માટે તજવીજ શરૂ કરી છે




Latest News