મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ કિશોરભાઇ ચિખલિયાના બેસણા સાથે રક્તદાન કેમ્પ યોજાયો મોરબી તાલુકાના એન.ડી.પી.એસ.ના ગુન્હામાં એસ.ઓ.જી.ની ટીમે આરોપીને દબોચ્યો મોરબીના જેતપર ગામે હનુમાનજી મંદિરનું પુનર્નિર્માણ કરાયું, સામાજિક સમરસતાનો ત્રિવિધ કાર્યક્રમ યોજાયો અપમૃત્યુના 4 બનાવ: હળવદ-માળીયા તાલુકામાં પાણીમાં ડૂબી જવાથી બે લોકોના મોત, અરણીટીંબા ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું સારવારમાં મોત: વાંકાનેરમાં ઉલ્ટી બાદ વૃદ્ધનું મોત મોરબી જીલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ૨૬મી એપ્રિલે મતદાન: ૮૬૧ મતદાન મથકો નિર્ધારિત કરાયા મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સંદર્ભે કલેક્ટરના અધ્યક્ષસ્થાને નોડલ અધિકારીઓની સમીક્ષા બેઠક યોજાઈ મોરબી જીલ્લામાં મહાપાલિકા, જિલ્લા-તાલુકા પંચાયત અને પાલિકાઓની ચૂંટણી પારદર્શી વાતાવરણમાં સંપન્ન કરવા તંત્ર સજ્જ મોરબી જિલ્લામાં ચાર લોકોને ભેગા થવા, સભા-સરઘસ કાઢવા ઉપર પ્રતિબંધ: ૩૦ એપ્રિલ સુધી હથિયારબંધી
Breaking news
Morbi Today

મોરબીની પરાબજારમાં આવેલ શેરીમાં જાહેરમાં જુગાર રમતા ચાર શખ્સો ૧૯,૦૦૦ ની રોકડ સાથે પકડાયા


SHARE











મોરબીની પરાબજારમાં આવેલ શેરીમાં જાહેરમાં જુગાર રમતા ચાર શખ્સો ૧૯,૦૦૦ ની રોકડ સાથે પકડાયા

મોરબીમાં પરા બજારમાં આવેલ એસબીઆઇ બેન્ક પાસેની શેરીમાં જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી તેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી ચાર શખ્સો જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી ૧૯,૦૦૦ રૂપિયાની રોકડ કબજે કરી હતી અને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી એ ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબીમાં પરાબજારમાં આવેલ એસબીઆઇ બેન્ક પાસેની શેરીમાં જાહેરમાં જુગાર રમતા હોવા અંગેની હકીકત મળી હતી જેના આધારે ત્યાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે કિશન ઉર્ફે જાડો દિલીપભાઈ કાનાબાર જાતે લોહાણા (૨૫) રહે. આનંદનગર બાયપાસ રોડ મોરબી, દીપક રાજેશભાઈ ઉર્ફે રાજુભાઈ બુધ્ધદેવ જાતે લોહાણા (૨૯) રહે. વાઘપરા શેરી નં-૩ મોરબી, એજાજ મહેબુબભાઇ ચાનીયા જાતે સંધિ (૨૪) રહે. નાની બજાર વિશ્વકર્મા મંદિર પાસે મોરબી અને મકબુલ હનીફભાઈ ઉર્ફે મમુદાઢી કાસમાણી જાતે મેમણ (૨૭) રહે. તલાવડી શેરી શક્તિ ચોક પાસે મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી તેની પાસેથી ૧૯,૦૦૦ ની રોકડ કબજે કરી હતી અને જુગારધારા હેઠળ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

વરલી જુગાર

વાંકાનેર શહેરમાં આવેલ કુંભારપરા ચોક પાસે વરલી જુગારના આંકડા લેતા હોવાની સ્થાનિક પોલીસને હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી વરલી જુગારના આંકડા લેતા એક શખ્સ મળી આવ્યો હોય પોલીસે તેની પાસેથી ૯૨૦ રૂપિયાની રોકડ કબજે કરી હતી અને આરોપી નુરશા ઈબ્રાહીમશા કાદરી જાતે ફકીર (૬૩) રહે. કુંભારપરા શેરી નં- ૬ વાંકાનેર વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News