મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીમાં સીરામીક રોમટીરીયલના ધંધામાં થયેલ નુકશાન બાબતે જૂના ભાગીદારે યુવાનને ગાળો આપીને ઢીકાપાટુનો માર માર્યો


SHARE









મોરબીમાં સીરામીક રોમટીરીયલના ધંધામાં થયેલ નુકશાન બાબતે જૂના ભાગીદારે યુવાનને ગાળો આપીને ઢીકાપાટુનો માર માર્યો

મોરબીના રવાપર રોડ ઉપર આવેલ વિજયનગરમાં રહેતા અને સીરામીક રોમટીરીયલનો ભાગીદારીમાં ધંધો કરતા યુવાનને તેના જૂના ભાગીદારે ધંધામાં થયેલ લોસ બાબતે રૂપિયા આપી દેવાનું કહીને તેની સાથે બોલાચાલી કરી હતી અને ગાળો આપીને ઢીકાપાટુનો માર માર્યો હતો જેથી કરીને તેને નાકની ભાગે ફ્રેક્ચર થતા ઈજા પામેલ યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને સારવાર લીધા બાદ તેને હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેના આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના રવાપર રોડ ઉપર નરસંગ ટેકરીની બાજુમાં આવેલ વિજયનગરમાં રહેતા દિલીપભાઈ વાઘજીભાઈ જીવાણી જાતે પટેલ (૪૬) નામના યુવાને તેના જુના ભાગીદાર અમિતભાઈ દલીચંદભાઈ વરમોરા રહે. વેલકમ પ્રાઈડ ક્રિષ્ના સ્કૂલની સામે મોરબી વાળાની વિરુદ્ધ ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યુ છે કે, અગાઉ તેઓ સીરામીકમાં માટી રોમટીરીયલનો ભાગીદારીમાં ધંધો કરતા હતા અને જૂની ભાગીદારીમાં થયેલ લોસ બાબતે ફરિયાદી સાથે આરોપીએ બોલાચાલી કરીને તેને ગાળો આપી હતી અને ત્યારબાદ ઢીકાપાટુનો માર માર્યો હતો અને તેને નાક ઉપર માર મારતા ફેક્ચર જેવી ઈજા થઈ હતી જેથી કરીને ઇજા પામેલા દિલીપભાઈ જીવાણીને સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને સારવાર લીધા બાદ તેણે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અમિતભાઈ વરમોરા સામે ફરિયાદ નોંધાવેલ છે જેના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે અને આ અંગેની આગળની વધુ તપાસ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઇ આર.એન. ભટ્ટ ચલાવી રહ્યા છે.




Latest News