મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ કિશોરભાઇ ચિખલિયાના બેસણા સાથે રક્તદાન કેમ્પ યોજાયો મોરબી તાલુકાના એન.ડી.પી.એસ.ના ગુન્હામાં એસ.ઓ.જી.ની ટીમે આરોપીને દબોચ્યો મોરબીના જેતપર ગામે હનુમાનજી મંદિરનું પુનર્નિર્માણ કરાયું, સામાજિક સમરસતાનો ત્રિવિધ કાર્યક્રમ યોજાયો અપમૃત્યુના 4 બનાવ: હળવદ-માળીયા તાલુકામાં પાણીમાં ડૂબી જવાથી બે લોકોના મોત, અરણીટીંબા ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું સારવારમાં મોત: વાંકાનેરમાં ઉલ્ટી બાદ વૃદ્ધનું મોત મોરબી જીલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ૨૬મી એપ્રિલે મતદાન: ૮૬૧ મતદાન મથકો નિર્ધારિત કરાયા મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સંદર્ભે કલેક્ટરના અધ્યક્ષસ્થાને નોડલ અધિકારીઓની સમીક્ષા બેઠક યોજાઈ મોરબી જીલ્લામાં મહાપાલિકા, જિલ્લા-તાલુકા પંચાયત અને પાલિકાઓની ચૂંટણી પારદર્શી વાતાવરણમાં સંપન્ન કરવા તંત્ર સજ્જ મોરબી જિલ્લામાં ચાર લોકોને ભેગા થવા, સભા-સરઘસ કાઢવા ઉપર પ્રતિબંધ: ૩૦ એપ્રિલ સુધી હથિયારબંધી
Breaking news
Morbi Today

મોરબી તાલુકાની જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓએ પાસ કરી જવાહર નવોદય વિદ્યાલયમાં પ્રવેશ પરીક્ષા


SHARE











મોરબી તાલુકાની જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓએ પાસ કરી જવાહર નવોદય વિદ્યાલયમાં પ્રવેશ પરીક્ષા

કેન્દ્ર સરકાર દ્વારા દરેક જિલ્લાઓમાં ધો.૬ થી આગળના અભ્યાસ માટે જવાહર નવોદય વિદ્યાલય કાર્યરત છે અને જવાહર નવોદય વિદ્યાલયમાં પ્રવેશ માટે પ્રવેશ પરીક્ષા લેવામાં આવે છે આ પરીક્ષા સ્પર્ધાત્મક પરીક્ષા પ્રકારની અને ખુબ જ કઠીંન હોય છે જેને મોરબી તાલુકાની જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓએ પાસ કરેલ છે.

મોરબીમાં પીપળી ગામે આવેલ પ્રાથમિક શાળાનો વિદ્યાર્થી ચાવડા રોનક વિજયભાઈ વર્ષ ૨૦૨૩-૨૪ માં લેવાયેલ જવાહર નવોદય પરીક્ષામાં પાસ થયેલ છે અને ધો.૬ ના પ્રવેશ માટે ક્વોલિફાઇડ થયેલ છે જે બદલ પીપળી પ્રાથમિક શાળા પરિવાર તરફથી ખુબ ખુબ અભિનંદન પાઠવવામાં આવેલ છે આવી જ રીતે વાંકાનેરની વઘાસિયા શાળાનો વિદ્યાર્થી જેનિલ જવાહર વિદ્યાલય પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલ છે. તેમજ શ્રી માણેકવાડા પ્રા.શાળાના વિદ્યાર્થી પર્વ પૈહારિભાઈ રામાવતએ જવાહર નવોદય વિદ્યાલય દ્વારા લેવામાં આવતી પરીક્ષા પાસ કરેલ છે આવી જ રીતે વઘાસિયા પ્રાથમિક  શાળાના જગોદણા જેનીલ નરેશભાઈએ માતા, પિતા અને શિક્ષકની મદદથી તૈયારી કરીને આ પરીક્ષા પાસ કરેલ છે મોરબીના જીવાપર (ચ.) ગામે આવેલ પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની ચાડમિયા કાવ્યાબેન અમિતભાઈએ પણ આ અઘરી પરીક્ષા પાસ કરી છે અને ગામનું તેમજ પરિવારનું અને શાળાનું ગૌરવ વધાર્યું છે તો માળિયા તાલુકા તરઘરી ગામના સતિષભાઈ પરમારના દીકરા સુમિત પરમારે પણ જવાહર નવોદય વિધાલય તથા બાલાચડી સૈનિક સ્કૂલની પરિક્ષાને પાસ કરી છે.






Latest News