મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ કિશોરભાઇ ચિખલિયાના બેસણા સાથે રક્તદાન કેમ્પ યોજાયો મોરબી તાલુકાના એન.ડી.પી.એસ.ના ગુન્હામાં એસ.ઓ.જી.ની ટીમે આરોપીને દબોચ્યો મોરબીના જેતપર ગામે હનુમાનજી મંદિરનું પુનર્નિર્માણ કરાયું, સામાજિક સમરસતાનો ત્રિવિધ કાર્યક્રમ યોજાયો અપમૃત્યુના 4 બનાવ: હળવદ-માળીયા તાલુકામાં પાણીમાં ડૂબી જવાથી બે લોકોના મોત, અરણીટીંબા ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું સારવારમાં મોત: વાંકાનેરમાં ઉલ્ટી બાદ વૃદ્ધનું મોત મોરબી જીલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ૨૬મી એપ્રિલે મતદાન: ૮૬૧ મતદાન મથકો નિર્ધારિત કરાયા મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સંદર્ભે કલેક્ટરના અધ્યક્ષસ્થાને નોડલ અધિકારીઓની સમીક્ષા બેઠક યોજાઈ મોરબી જીલ્લામાં મહાપાલિકા, જિલ્લા-તાલુકા પંચાયત અને પાલિકાઓની ચૂંટણી પારદર્શી વાતાવરણમાં સંપન્ન કરવા તંત્ર સજ્જ મોરબી જિલ્લામાં ચાર લોકોને ભેગા થવા, સભા-સરઘસ કાઢવા ઉપર પ્રતિબંધ: ૩૦ એપ્રિલ સુધી હથિયારબંધી
Breaking news
Morbi Today

મોરબીમાં જુગારની બે રેડ: ચાર મહિલા સહિત ૮ જુગારીઓ પકડાયા


SHARE











મોરબીમાં જુગારની બે રેડ: ચાર મહિલા સહિત ૮ જુગારીઓ પકડાયા

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટાફ દ્વારા શહેરના નવલખી રોડ ઉપર આવેલા યમુનાનગર વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન જુદી જુદી બે જગ્યાએ જુગારની રેડ કરવામાં આવી હતી જેમાં ચાર મહિલા સહિત કુલ આઠ વ્યક્તિ જુગાર રમતા પડાયેલ છે જેની સામે જુગારધારા હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે. 

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટાફ પાસેથી મળતી માહિતી મુજબ મોરબીના નવલખી રોડ ઉપર આવેલા યમુનાનગર વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા હોવાની મળેલ માહિતી આધારે સ્ટાફ દ્વારા ત્યાં રેડ કરવામાં આવતા રાત્રિ દરમિયાન જાહેરમાં જુગાર રમી રહેલ અંજુબેન લીલમદાસ રામાનુજ (૪૦) રહે ખોખાણી શેરી, ઝરીનાબેન સલીમભાઈ સુમરા (૩૪) રહે કાલિકા પ્લોટ, જયશ્રીબેન દિલીપભાઈ સારલા (૪૦) રહે. યમુના નગર અને લીલાબેન દેવજીભાઈ માલકીયા (૫૦) રહે. ઘૂટું તાલુકો જીલ્લો મોરબી વાળા જાહેરમાં જુગાર રમતા મળી આવતા ચારેયની રોકડા રૂપિયા ૩૦૮૦ સાથે ધરપકડ કરી તેઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.તેમજ યમુનાનગર વિસ્તારમાં જ મોડી રાત્રિના જાહેરમાં શેરીમાં જુગાર રમી રહેલા રસુલશા હાજીશા શાહમદાર (૩૧) રહે. વજેપર, મોહસીન મહેબુબ પઠાણ (૩૬) રહે. ગઢની રંગ પાસે સિપાઈવાસ, ગોવિંદ પ્રભુભાઈ સાંથલિયા (૩૩) રહે. ઘુટુ તાલુકો જીલ્લો મોરબી અને જયંતીભાઈ સવજીભાઈ કાવઠીયા (૫૦) રહે. મહેન્દ્રનગર વાળાઓ પણ જાહેરમાં જુગાર રમતા મળી આવ્યા હોય તેઓની રોકડા રૂપિયા ૧૭,૫૨૦ સાથે ધરપકડ કરી તેઓ વિરુદ્ધ પણ જુગારધારા હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
ગળેફાંસાનો પ્રયાસ કરતા સારવારમાં
હળવદના કડીયાણા ગામે રહેતી રાધાબેન ગુણવંતભાઈ દેગામા નામની સતર વર્ષીય યુવતીએ ગત તા.૨૫-૩ ના સાંજના છએક વાગ્યાના અરસામાં તેના ઘરે ગળાફાંસો ખાવાનો પ્રયત્ન કરતા બેભાન હાલતમાં તેણીને મોરબીની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.જેથી મોરબી સારવારમાં લાવવામાં આવતા અહીંના એ ડિવિઝન પોલીસ સ્ટેશનના હરેશભાઈ ચાવડાએ પ્રાથમિક તપાસ કરીને બનાવ અંગે આગળની તપાસ માટે હળવદ પોલીસને જાણ કરી હતી.
ઇજાગ્રસ્ત વૃદ્ધ સારવારમાં
હળવદ તાલુકાના કેદારીયા ગામે રહેતા અમરાભાઇ પરસોતમભાઈ કોટડીયા નામના ૬૦ વર્ષના વૃદ્ધને ગત તા.૩૦-૩ ના રાત્રિના ત્રણેક વાગ્યાના અરસામાં વાહન અકસ્માતના બનાવમાં ઇજાગ્રસ્ત હાલતમાં અત્રેની આયુષ હોસ્પિટલે સારવારમાં લાવવામાં આવ્યા હતા.સુસવાવ ગામ નજીક મોટર સાયકલ લઈને જતા સમયે કોઈ અજાણ્યા વાહનના ચાલકે તેઓને ટક્કર મારતા માથાના ભાગે ગંભીર ઇજાઓ થવાથી તેઓને સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા. જેથી અત્રેના એ ડિવિઝન પોલીસ મથકના એચ.એમ.ચાવડાએ પ્રાથમિક તપાસ કરીને આ બનાવ હળવદ પોલીસ મથકનો હોય ત્યાં આ અંગે આગળની તપાસ માટે જાણ કરી હતી






Latest News