મોરબી જિલ્લામાં જમીન દફતર ખાતાની સેવાઓનું તાલુકા કક્ષાએ વિકેન્દ્રીકરણ: નાગરિકોની સુવિધા માટે નવી ૬ કચેરીઓ કાર્યરત વિદેશ અભ્યાસ લોન બની પથદર્શક: હળવદ તાલુકાનાં મનીષ જાદવનું જર્મનીમાં ભણવાનું સપનું થયું સાકાર નમો સ્વચ્છતા અભિયાનનો મોરબી મનપાના મેયર ઉત્તમ સુરાણી અને ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની હાજરીમાં પ્રારંભ મોરબી જિલ્લામાં સહકાર થી સમૃદ્ધિના સંકલ્પ સાથે એક પેડ મા કે નામ અંતર્ગત વૃક્ષારોપણ કરાયું  સરકાર જે નિર્ણય લેવા માંગતી હોય તે વહેલી તકે જાહેર કરે નહીં તો આંદોલન ઉગ્ર બનશે: મોરબીના જેતપર ગામેથી આંદોલન સમિતિ સભ્યની ચેતાવણી ખેડૂતોના ખેતરમાં વીજપોલ ઊભા થવાથી આપઘાત કરવા પડે તેવો ઘાટ: હળવદ માર્કેટ યાર્ડને વેપારીઓ-ખેડૂતોનો બાઇક-કાર રેલી સાથે અનોખો વિરોધ મોરબી : આયુષ હોસ્પિટલના ડૉ.સત્યજીતસિંહ જાડેજાની વધુ એક ક્રિટિકલ કેર ક્ષેત્રે અભૂતપૂર્વ અને નોંધપાત્ર સિદ્ધિ મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનના સમર્થનમાં આજે હળવદ માર્કેટ યાર્ડ સદંતર બંધ
Breaking news
Morbi Today

મોરબીના રવીપાર્કમાં રહેતા વૃદ્ધાએ વધુ પડતી માનસિક રોગની દવા પી લેતા સારવારમાં


SHARE









મોરબીના રવીપાર્કમાં રહેતા વૃદ્ધાએ વધુ પડતી માનસિક રોગની દવા પી લેતા સારવારમાં

મોરબીના વાવડી રોડ ઉપર આવેલ રવિ પાર્કમાં રહેતા વૃદ્ધાએ વધુ પડતી માનસિક રોગની દવા પી લીધી હતી જેથી કરીને તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતાં પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના વાવડી રોડ ઉપર આવેલ રવિ પાર્કમાં રહેતા માણેકિયા રૂબીનાબેન અયુબભાઈ (૫૮) નામના મહિલાએ માનસિક તકલીફના લીધે પોતાની જાતે વધુ પડતી માનસિક રોગની દવા પી લીધી હતી જેથી કરીને બેભાન હાલતમાં સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે અને વધુ તપાસ વિપુલભાઈ પટેલ ચલાવી રહ્યા છે

સાપ કરડી ગયો

મોરબીના ઘૂટું રોડ ઉપર આવેલ રમેશ પેપર મીલના લેબર ક્વાર્ટરમાં રહેતા પ્રકાશ સુરેશભાઈ બાવરા (૨૧) નામના યુવાનને તે કારખાનામાં હતો ત્યારે ઝેરી સાપ કરડી ગયો હતો જેથી તેને ઝેરી અસર થતા યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે અને વધુ તપાસ જે.પી. પટેલ ચલાવી રહ્યા છે

મહિલા સારવારમા

મોરબી નજીકના સનાળા ગામે રહેતા મોહનબા વજુભા જાડેજા (૭૧) નામના મહિલા શક્તિ માતાજીના મંદિર પાસે બાઈકમાં બેસીને જઈ રહ્યા હતા ત્યારે કોઈ કારણોસર અકસ્મતે બાઇક સ્લીપ થતા તેઓ નીચે પડી ગયા હતા અને તેને ઇજા થઈ હતી જેથી તેઓને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે






Latest News