મોરબી જીલ્લામાં મહાપાલિકા, જિલ્લા-તાલુકા પંચાયત અને પાલિકાઓની ચૂંટણી પારદર્શી વાતાવરણમાં સંપન્ન કરવા તંત્ર સજ્જ મોરબી જિલ્લામાં ચાર લોકોને ભેગા થવા, સભા-સરઘસ કાઢવા ઉપર પ્રતિબંધ: ૩૦ એપ્રિલ સુધી હથિયારબંધી મોરબી જિલ્લા પંચાયત, 5 તાલુકા પંચાયત અને 2 પાલિકાની 179 બેઠક માટે ભાજપમાં 580 દાવેદાર: કાલે મોરબી મહાપાલિકા-માળીયા (મી) પાલિકાની બેઠકો માટે સેન્સ લેવાશે મોરબી: રાપર-મણાબા વચ્ચે અકસ્માતમાં ઘવાયેલ યુવાનનું સારવાર દરમ્યાન મોત ટંકારાના મોટા રામપર ગામે નારીચાણીયા હનુમાનજી મંદિરે હનુમાન જયંતિ ઉજવાઇ મોરબીમાં ફાયરના વાહનોમાં ઝડપથી પાણી ભરી શકાય તે માટે નવા 5 પોઈન્ટની વ્યવસ્થા ઊભી કરાઇ મોરબીમાં નકલી દૂધ-નકલી પનીરનું વેચાણ થતું હોવાનું ગ્રાહક સુરક્ષા મંડળે કરી કમિશનરને રજૂઆત મોરબીમાં બાબા સાહેબ આંબેડકરજી-મહાત્મા જ્યોતિબા ફૂલેજીની જન્મજયંતિ નિમિત્તે સંગીત સંધ્યાનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીમાં વધુ પડતી વિટામિન સહિતની ગોળીઓ પી જતાં મહિલાને સારવારમાં ખસેડાઇ


SHARE











મોરબીમાં વધુ પડતી વિટામિન સહિતની ગોળીઓ પી જતાં મહિલાને સારવારમાં ખસેડાઇ

મોરબીના જૂના ઘૂટું રોડ ઉપર આવેલ સીરામીક કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા મહિલાએ કોઈ કારણોસર વધુ પડતી વિટામિનની અને અન્ય ગોળીઓ પી લીધી હતી જેથી કરીને તેને સારવાર માટે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતિ મુજબ મોરબીના જૂના ઘૂટું રોડ ઉપર આકૃતિ સીરામીકની બાજુમાં આવેલ રિયલ સીરામીકના લેબર કવાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા દીપાબેન ધનજીભાઈ મોહાતી (૨૨) નામની મહિલાએ કોઈપણ કારણોસર પોતે ઘરે હતી ત્યારે ત્યાં વધુ પડતી વિટામિનની ગોળીઓ અને અન્ય ગોળીઓ પી લીધી હતી જેથી કરીને તે મહિલાને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુ તપાસ જે.પી. પટેલ ચલાવી રહ્યા છે

વૃદ્ધા સારવારમાં

મોરબી તાલુકાના ખાખરળા ગામે રહેતા મંજુલાબેન રવિભાઈ ખાદા (૬૦) નામના વૃદ્ધા મોરબીના જુના બસ સ્ટેશનમાં હતા ત્યારે ત્યાં એસટી બસમાંથી પડી જતા તેઓને ઇજા થઈ હતી જેથી તેને ઇજાગ્રસ્ત હાલતમાં મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપવામાં આવ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના વિપુલભાઈ પટેલ ચલાવી રહ્યા છે






Latest News