અમારી ગાય કતલખાને ન જાય: ટંકારાના લજાઈ ગામે ગાયોના લાભાર્થે યોજાયેલ નાટકમાં 13 લાખનું દાન મળ્યું મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવવા મહાપાલિકામાં સ્ટિકર લાગ્યા: હવે શિવાજી મહારાજના વિચારો મુજબ કાર્યવાહી કરવા હિન્દુ સંગઠનોની ચીમકી માળિયા (મી) હળવદ રોડે બોલેરોની પાછળ ટ્રક અથડાતાં અકસ્માત: મિતાણા પાસે કાર ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા વૃદ્ધ સારવારમાં માળિયા (મી) ના ખાખરેચી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં બીમારીથી કંટાળી ગયેલા યુવાને જીવનનો અંત આણ્યો વાંકાનેર તાલુકામાં અપમૃત્યુના બે બનાવ: એક યુવાનનું વીજ શોટ લાગતા મોત બીજાએ જીવન ટુકવ્યું મોરબીમાં પક્ષીઓને ફાયદો નહીં, નુકશાન કરે તેવી પ્રવૃતિ પક્ષી પ્રેમીઓએ બંધ કરવી જોઈએ: જીતુભાઇ ઠક્કર મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીમાં ત્રાજપર ચોકડીએ હરી ચેમ્બરમાં છ દુકાનમાં તસ્કરોના ધામા


SHARE









મોરબીમાં ત્રાજપર ચોકડીએ હરી ચેમ્બરમાં છ દુકાનમાં તસ્કરોના ધામા

મોરબીમાં ત્રાજપર ચોકડી પાસે આવેલ હરી ચેમ્બરમાં તસ્કરોએ ધામા નાખ્યા હતા અને વહેલી સવારે એક કે બે નહીં પરંતુ ૬ જેટલી દુકાનના તાળા તોડ્યા છે અને ત્યાંથી સોપારી, સિગારેટ વિગેરે પરચુરણ આઈટમની ચોરી કરવામાં આવેલ છે અને આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થયેલ છે જેથી કરીને પોલીસને બનાવની જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીની ત્રાજપર ચોકડી પાસે આવેલ હરિ ચેમ્બરમાં શુક્રવારે વહેલી સવારે ચાર વાગ્યે તસ્કરોએ ધામા નાખ્યા હતા અને એક કે બે નહીં પરંતુ છ દુકાનોને નિશાન બનાવેલ છે અને તેમાંથી નાની મોટી વસ્તુઓની ચોરી કરેલ છે જેમાં શિવ શક્તિ પાન નામની દુકાનમાંથી સોપારી, સિગારેટ, આઈડિયલ હેર ડ્રેસરની ચોરી કરી છે તો માં આશાપુરા ટેલિકોમ, મધુરમ પાન, ચામુંડા ટ્રાન્સપોર્ટ, બેનટેક એન્ટરપ્રાઇઝ નામની દુકાનમાંથી પરચુરણ મુદામાલ અને રોકડા રૂપિયા તેમજ પેઇન ડ્રાઇવની ચોરી કરી છે અને આ સમગ્ર ઘટના શોપિંગમાં મૂકવામાં આવેલ સીસીટીવી કેમેરામ કેદ થઈ ગયેલ છે જેથી કરીને વેપારીઓ દ્વારા આ બનવાની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી અને પોલીસે આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે




Latest News