મોરબી મહાપાલિકાની 52 બેઠકો માટે ભાજપના આગેવાનોમાં ભારે ઉત્સાહ: દરેક વોર્ડમાંથી એવરેજ 30 થી 40 આગેવાનોએ કરી ટિકિટની માંગણી મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ કિશોરભાઇ ચિખલિયાના બેસણા સાથે રક્તદાન કેમ્પ યોજાયો મોરબી તાલુકાના એન.ડી.પી.એસ.ના ગુન્હામાં એસ.ઓ.જી.ની ટીમે આરોપીને દબોચ્યો મોરબીના જેતપર ગામે હનુમાનજી મંદિરનું પુનર્નિર્માણ કરાયું, સામાજિક સમરસતાનો ત્રિવિધ કાર્યક્રમ યોજાયો અપમૃત્યુના 4 બનાવ: હળવદ-માળીયા તાલુકામાં પાણીમાં ડૂબી જવાથી બે લોકોના મોત, અરણીટીંબા ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું સારવારમાં મોત: વાંકાનેરમાં ઉલ્ટી બાદ વૃદ્ધનું મોત મોરબી જીલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ૨૬મી એપ્રિલે મતદાન: ૮૬૧ મતદાન મથકો નિર્ધારિત કરાયા મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સંદર્ભે કલેક્ટરના અધ્યક્ષસ્થાને નોડલ અધિકારીઓની સમીક્ષા બેઠક યોજાઈ મોરબી જીલ્લામાં મહાપાલિકા, જિલ્લા-તાલુકા પંચાયત અને પાલિકાઓની ચૂંટણી પારદર્શી વાતાવરણમાં સંપન્ન કરવા તંત્ર સજ્જ
Breaking news
Morbi Today

મોરબીના નવા બસ સ્ટેશન પાસે યુવતીને માર મારીને મારી નાખવાની ધમકી આપનારા શખ્સની ધરપકડ


SHARE











મોરબીના નવા બસ સ્ટેશન પાસે યુવતીને માર મારીને મારી નાખવાની ધમકી આપનારા શખ્સની ધરપકડ

મોરબીના શનાળા રોડ ઉપર આવેલ નવા બસ સ્ટેશનની બાજુમાં યુવતી સામે એક શખ્સ જોઈ રહ્યો હતો જેથી કરીને “કેમ મારી સામે જોયા કરો છો” તેવું યુવતીએ પૂછતા આરોપી ઉશ્કેરાઈ ગયો હતો અને તેણે બોલાચાલી કરીને યુવતીને ગાળો આપીને ઝપાઝપી કરી હતી અને ઢીકાપાટુનો માર માર્યો હતો તેમજ જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.જેથી ભોગ બનેલ યુવતીએ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે આ ગુનામાં આરોપીની ધરપકડ કરેલ છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના વાઘપરા શેરી નં-૧૪ માં ગાયત્રી મંદિરની બાજુમાં રહેતા મીરાબેન સનતભાઈ દુબલ (૩૨) નામની યુવતીએ વિરેન્દ્રસિંહ ઉર્ફે ટાવર નટુભા ઝાલા રહે.મોરબી ની સામે ફરિયાદ નોંધાવેલ હતી.જેમાં તેણીએ જણાવ્યું છે કે મોરબીના શનાળા રોડ ઉપર આવેલ નવા બસ સ્ટેશનની બાજુમાં તે હતી ત્યારે આરોપી તેને ટગર ટગર જોઈ રહ્યો હતો જેથી ફરિયાદીએ “કેમ મારી સામે જોયા કરો છો’’ તેમ કહેતા આરોપી ઉશ્કેરાઈ ગયો હતો અને તે યુવતીની સાથે બોલાચાલી કરી હતી અને ત્યારબાદ ગાળો આપીને જપાજપી કરી ઢીકાપાટુનો માર માર્યો હતો..! અને હાથના નખોરિયા વડે યુવતીને શરીરે ઇજા કરીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી..! જેથી યુવતીએ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે આ ગુનામાં આરોપી વિરેન્દ્રસિંહ ઉર્ફે ટાવર નટુભા ઝાલા રહે.શનાળા રોડ ગુજરાત હાઉસિંગ બોર્ડ મોરબી ની ધરપકડ કરેલ છે અને આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

આધેડ સારવારમાં

મોરબીના લાતી પ્લોટ વિસ્તારમાં આવેલ શેરી નંબર-૬ ની પાછળ મૂનનગરમાં રહેતા બાબુલાલ ભાણજીભાઈ પરમાર નામના ૬૪ વર્ષીય આધેડને વાહન અકસ્માતના બનાવમાં ઈજા થતા ખાનગી હોસ્પિટલએ સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે તા.૮-૪ ના સવારે છએક વાગ્યાના અરસામાં બાઈક લઈને જઈ રહેલ બાબુલાલ પરમાર નામના આધેડનું બાઈક મોરબીના ગુજરાત હાઉસિંગ બોર્ડ પાછળ આવેલ રાધે-ક્રિષ્ના સ્કૂલ નજીક સ્લીપ થઈ ગયું હતું.જે બનાવમાં તેઓને ઇજા થતાં અત્રેની ખાનગી ઓમ ઓર્થોપેડિક હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જે અંગે હોસ્પિટલ ખાતેથી યાદી આવતાં એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડા દ્વારા નોંધ કરીને તપાસ શરૂ કરાઈ હતી.

યુવાન સારવારમાં

મોરબીના સામાકાંઠે આવેલ ઉમા ટાઉનશિપમાં રોયલ હાઈટસ ખાતે રહેતા રૂષભભાઇ મહેશભાઈ ઝાલરીયા નામના ૩૩ વર્ષના યુવાનને વાહન અકસ્માતમાં ઇજા થતાં મોરબીની ખાનગી હોસ્પિટલે સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો.દર્દીના સગાના જણાવ્યા પ્રમાણે બાઈક લઈને જતા સમયે ઘુંટુ રોડ ઉપર આવેલ ચામુંડા હોટલ નજીક રૂષભ ઝાલરીયાનું બાઈક અતસ્માતે સ્લીપ થઈ ગયું હતું.જે બનાવમાં તેને ઈજા થતા સારવાર માટે લઈ જવાયો હતો.હાલ બનાવ અંગે જાણ થતા તાલુકા પોલીસ મથકના જશપાલસિંહ જાડેજા દ્વારા આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.






Latest News