મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાન સહિત બે વ્યક્તિ ઉપર છરી-ધોકા વડે 4 શખ્સનો હુમલો વાંકાનેરમાં ભિક્ષાવૃતિ કરીને મહિલાએ એકત્રિત કરેલ 50,000 રૂપિયાની અજાણ્યા શખ્સે કરી ચોરી હળવદના બુટવડા ગામે જુગાર રમતા 5 શખ્સ ઝડપાયા હળવદના ઢવાણા ગામે યુવાને કર્યો આપઘાત: મોરબીના લાલપર ગામે તાવની બીમારીમાં બાળકીનું મોત મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને આઠ લાખ ખર્ચ સહીત ચૂકવવા હુકમ
Breaking news
Morbi Today

મોરબીના રવીપાર્કમાં રહેતી મહિલાએ માનસિક રોગની ઓવરડોઝ દવા પી લેતા સારવારમાં


SHARE







મોરબીના રવીપાર્કમાં રહેતી મહિલાએ માનસિક રોગની ઓવરડોઝ દવા પી લેતા સારવારમાં

મોરબીના વાવડી રોડ ઉપર આવેલ રવિ પાર્કમાં રહેતી મહિલાએ માનસિક રોગની ઓવરડોઝ દવા પી લીધી હતી જેથી તેને શ્વાસની તકલીફ થતાં તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતાં પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના વાવડી રોડ ઉપર આવેલ રવિ પાર્કમાં રહેતા માણેકિયા રૂબીનાબેન અયુબભાઈ (૪૬) નામના મહિલાએ માનસિક તકલીફના લીધે પોતાની જાતે માનસિક રોગની ઓવરડોઝ દવા પી લીધી હતી જેથી શ્વાસની તકલીફ થતાં તેને બેભાન હાલતમાં સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ હરેશભાઈ ચાવડા દ્વારા કરવામાં આવેલ છે અને વધુમાં પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ આ મહિલાએ સાત દિવસ પહેલા પણ માનસિક રોગની ઓવરડોઝ દવા પી લીધી હતી જેથી તને ત્યારે પણ સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા

બાળકી સારવારમાં
મોરબીના વીસીપરા વિસ્તારમાં રહેતી મહેક મહેબુબભાઇ સુમરા (૭) નામની બાળકી મોરબીમાં મણીમંદિર પાસેથી પગપાળા ચાલીને પસાર થઈ હતી ત્યારે કોઈ અજાણ્યા વાહન ચાલાકે તેને હડફેટે લેતા અકસ્માત થયો હતો જેમાં બાળકીને ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ હરેશભાઈ ચાવડા દ્વારા કરવામાં આવેલ છે

મહિલા સારવારમાં
મોરબીના રવાપર રોડ ઉપર આવેલ કાલિકા પ્લોટ વિસ્તારમાં રહેતા રંજનબેન અશોકભાઈ રાઠોડ (૪૯) નામના મહિલા બાઇકમાં પાછળના ભાગે બેસીને પરસોતમ ચોક પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે રાજ બેક વાળી શેરીમાં કોઈ અન્ય બાઇક સાથે તેઓનું બાઇક અથડાતા અકસ્માત થયો હતો અને તેમાં રંજનબેનને ઇજા થતાં તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા આપીને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે અને આ બનાવની પ્રાથમિક તપાસ હરેશભાઈ ચાવડા દ્વારા કરવામાં આવેલ છે






Latest News