મોરબીમાં ક્રિષ્ના હોસ્પિટલના સ્ટાફ અને જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓને અપાઈ ફાયરની તાલીમ મોરબી મહાપાલિકાની ટીમે એક અઠવાડીયામાં 35 ઢોરને પકડીને ડબ્બે પૂરી દીધા મોરબીમાં ગુરુવારથી દુર્ગાપુજા મહોત્સવનો પ્રારંભ મોરબીના રાજકોટ હાઇવે ઉપર બે બાઈક સામસામે અથડાતા ઇજાગ્રસ્ત વૃધ્ધ સારવારમાં મોરબી આઈટીઆઈ પાસે ડબલસવારી બાઈકને ટ્રકે ઉડાવતા બે યુવકને ઈજા મોરબી જીલ્લાના સરકારી શિક્ષકોના પગાર માટે એક્સિસ બેંક સાથે સેલેરી એકાઉન્ટ માટે એમઓયુ કરાયા લાયન્સ કલબ ઓફ મોરબી સીટી નો એક માનવીય સેવાકીય પ્રોજેક્ટ મોરબી જીલ્લામાં શરૂ કરાયેલ પાસપોર્ટ સેવા મોબાઇલ વાનને મળ્યો સારો પ્રતિસાદ
Breaking news
Morbi Today

મોરબીની નીલકંઠ કોમર્સ સ્કૂલ ખાતે ડીવાયએસપીની હાજરીમાં ધો.૧૦-૧૨ ના વિદ્યાર્થીઓ માટે બિઝનેસ ટોક-ગેસ્ટ લેક્ચરનું આયોજન


SHARE









મોરબીની નીલકંઠ કોમર્સ સ્કૂલ ખાતે ડીવાયએસપીની હાજરીમાં ધો.૧૦-૧૨ ના વિદ્યાર્થીઓ માટે બિઝનેસ ટોક-ગેસ્ટ લેક્ચરનું આયોજન

હર હંમેશ મૂલ્યલક્ષી-પ્રેક્ટિકલ એજ્યુકેશન માં અગ્રેસર રહેતી નીલકંઠ કોમર્સ સ્કૂલ-મોરબી ખાતે ડીવાયએસપી સમીર સારડાના અધ્યક્ષ સ્થાને બિઝનેસ ટોક-ગેસ્ટ લેક્ચરનું આયોજન કરવામાં આવ્યુ હતુ.નીલકંઠ કોમર્સ સ્કૂલ-મોરબી ખાતે ધોરણ ૧૦ અને ૧૨ ના વિદ્યાર્થીઓને કારકિર્દી બનાવવામાં તેમજ સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળ થવા માટે અતિ મહત્વની ધ્યાનમાં રાખવા જેવી બાબત વિશે માર્ગદર્શન આપવા માટે જુદા જુદા ક્ષેત્રોના તજજ્ઞોને આમંત્રિત કરવામાં આવ્યા હતા.વિદ્યાર્થીઓને કંઈક નવીન, કંઈક અનોખું આપવાના હેતુ સાથે બિઝનેસ ટોક-ગેસ્ટ લેક્ચરમાં ડીવાયએસપી સમીર સારડા, આરએસએસ સૌરાષ્ટ્ર પ્રાંત બૌધિક વિભાગના કાર્યવાહક મહેશભાઈ બોપલિયા અને યુવા અગ્રણી જયદીપભાઈ દેત્રોજા ઉપસ્થિત રહ્યા હતાં.

ધો.૧૦ અને ૧૨ કોમર્સના વિદ્યાર્થીઓને પોતાના વ્યક્તિગત અનુભવોને આધારે ડીવાયએસપી સમીર સારડા દ્વારા કારકિર્દીની પસંદગી કેવી રીતે કરવી..? સફળ થવામાં અનુભવ અને મહેનતનું મહત્વ, સમાજમાં લો એન્ડ ઓર્ડરની જાળવણી, રોજબરોજ વધી રહેલા સાઇબર ક્રાઇમથી કેવી રીતે બચવું.? વગેરે બાબતોથી વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતા.મહેશભાઈ બોપલિયા અને જીતુભાઈ વડસોલા દ્વારા વિદ્યાર્થીકાળ દરમિયાન જીવનમાં ખુબ જરૂરી મૂલ્યો જેવાકે વ્યક્તિગત ચરિત્ર નિર્માણ, રાષ્ટ્રભાવના, આત્મવિશ્વાસ, ઉદ્યોગ સાહસિકતા, કાર્યશીલતા જેવા મુદ્દા ઉપર વક્તવ્ય આપવામાં આવ્યું હતુ.નીલકંઠ કોમર્સ સ્કૂલના વિદ્યાર્થીઓને  પ્રોત્સાહન અને કેરિયરલક્ષી માર્ગદર્શન આપવા બદલ સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી જીતુભાઇ વડસોલા અને નવનીતભાઈ  કાસુન્દ્રા દ્વારા આમંત્રિત મહેમાનનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.




Latest News