મોરબીમાં ગેરેજ બરોબર ન ચાલતા આર્થિક સંકળામણથી કંટાળીને યુવાને અણધાર્યું પગલું ભર્યું
મોરબીના આલાપ રોડે ઘર પાસે બેઠેલા વૃદ્ધાના ગળામાંથી એક લાખની કિંમતના સોનાના ચેનની ચીલઝડપ
SHARE






મોરબીના આલાપ રોડે ઘર પાસે બેઠેલા વૃદ્ધાના ગળામાંથી એક લાખની કિંમતના સોનાના ચેનની ચીલઝડપ
મોરબી શહેરમાં આવેલ આલાપ રોડ ઉપર નવજીવન પાર્કના દરવાજા પાસે વૃદ્ધા પોતાના ઘર નજીક બેઠા હતા ત્યારે અજાણ્યો શખ્સ ત્યાં સરનામું પૂછવાના બહાને આવ્યો હતો અને ગણતરીની મિનિટોમાં વૃદ્ધાના ગળામાં પહેરેલ સોનાના ચેન ઝૂટવીને નાસી ગયો હતો જેથી કરીને સોનાના ચેનની ચીલઝડપ કરનાર અજાણ્ય શખ્સની સામે હાલમાં ભોગ બનેલા વૃદ્ધા દ્વારા એક લાખ રૂપિયાની કિંમતના ચેનની ચોરી કરી હોવા અંગેની ફરિયાદ નોંધાવવામાં આવી છે જેના આધારે પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે અને જે વિસ્તારમાં ઘટના બની છે ત્યાં આસપાસમાં મૂકવામાં આવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવીને આરોપી સુધી પહોંચવા માટે ચક્રોગતિમાન કરેલ છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ માળિયા તાલુકાના જુના ઘાટીલા ગામના રહેવાસી અને હાલમાં મોરબી શહેરમાં આવેલ આલાપ રોડ ઉપર નવજીવન પાર્કમાં રહેતા મંજુલાબેન કાંતિભાઈ દેત્રોજા જાતે પટેલ (૬૦)એ અજાણ્યા બાઇક ચાલક સામે સોનાના ચેનની ચીલઝડપની ફરિયાદ નોંધાવી છે જેના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કર્યા છે હાલમાં વૃદ્ધાએ નોંધ આવેલ ફરિયાદમાં જણાવ્યું છે કે, તેઓ તથા તેમની પાડોશમાં રહેતા મહિલા શેરીમાં તેઓના ઘર પાસે નવજીવન પાર્કમાં બેઠા હતા ત્યારે અજાણ્યો શખ્સ ત્યાં પોતાનું મોટરસાયકલ થોડે દૂર પાર્ક કરીને ફરિયાદી પાસે સરનામું પૂછવાના બહારે આવ્યો હતો અને ત્યારે ફરિયાદીની સાથે બેઠેલ મહિલા પાર્કિંગમાં અંદરના ભાગે કામ હોવાથી ત્યાં ગયા હોય વૃદ્ધા એકલા બેઠેલ હોવાથી આરોપીએ ગણતરીની મિનિટોમાં તેના ગળામાં પહેરેલ સોનાના ૧૬ ગ્રામ વજનના ચેનને ઝૂંટવી લીધો હતો અને ચીલઝડપ કરીને આ શખ્સ નાસી ગયો હતો જેથી એક લાખ રૂપિયાની કિંમતના સોનાના ચેનની ચીલઝડપ થઈ હોવા અંગેની ભોગ બનેલા વૃદ્ધા દ્વારા હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે અને આ અંગેની આગળની વધુ તપાસ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઇ સી.એસ. સોદરવા ચલાવી રહ્યા છે વધુમાં જાણવા મળતી માહિતી પ્રમાણે જે જગ્યા ઉપર આ ચીલઝડપથી ઘટના બની છે ત્યાં આસપાસના વિસ્તારમાં મૂકવામાં આવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવીને આરોપી સુધી પહોંચવા માટે પોલીસ દ્વારા જુદી જુદી દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે
મારા મારીમાં ઇજા
મોરબી તાલુકાના રફાળેશ્વર ગામે રહેતા મનસુખભાઈ કરસનભાઈ સોલંકી (૩૮) નામનો યુવાન ગામમાં હતો ત્યારે ત્યાં કોઈ કારણસર મારામારીનો બનાવ બન્યો હતો અને મારામારીના બનાવમાં તેને ઇજાઓ થઇ હોવાથી મનસુખભાઈને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ એ.એમ. જાપડીયા ચલાવી રહ્યા છે


