સોડા બોટલની આડમાં દારૂની હેરફેરી !: વાંકાનેર બાઉન્ટ્રી નજીકથી 4,896 બોટલ દારૂ-11,436 બીયર ભરેલ ટ્રક સાથે બે શખ્સ પકડાયા મોરબી તાલુકામાં ગાંજાના જથ્થા સાથે પકડાયેલ આરોપીના રેગ્યુલર જામીન મંજૂર કોમી એકતા: માળિયા (મી)ના સરવડ ગામે ન્યાજે હુસેન સબીલનું આયોજન મોરબી જિલ્લા સેવા સદન ખાતે સાંસદ કેસરીદેવસિંહ ઝાલાનું જનસંપર્ક કાર્યાલય શરૂ કરાયું મોરબી શહેરી અને તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ 23 જુલાઈએ યોજાશે મોરબીમાં ત્રણ દિવસની ટ્રાફિક ડ્રાઇવમાં 105 સ્કૂલ વાહનને દંડ, 14 સ્કૂલ વાહન ડિટેઇન વાંકાનેરમાં મહોરમના તહેવાર અન્વયે ત્રણ દિવસ માટે વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું આંતરરાષ્ટ્રીય સહકારીતા વર્ષની ઉજવણી અન્વયે વાંકાનેરના ચંદ્રપુર ખાતે સેમીનાર યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં વૃદ્ધની હત્યાના ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ


SHARE

















મોરબીમાં વૃદ્ધની હત્યાના ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ

મોરબીના રામકૃષ્ણનગરમાં ફોન ઉપર કોઈ બાબતે બોલાચાલી થયા બાદ પાંચ શખ્સો વૃદ્ધાના ઘરે આવ્યા હતા અને તેના દીકરાને પેટના ભાગે મુકા મારીને મારી નાંખવાની ધમકી આપી હતી. તેમજ તેના બીજા દીકરાનું બાઈક સ્લીપ થતા તેને સારવાર માટે લઈ ગયા હતા ત્યાં આવીને બોલાચાલી કરીને ગાળો આપી હતી. તેમજ વૃદ્ધના ઘર પાસે પડેલ તેની ચપ્પલની લારીને સળગાવી નાખી હતી જેમાં વૃદ્ધાના પતિને ધક્કો મારીને નાખી દીધા હતા જેથી તે દાઝી જતાં તેને સારવાર માટે લઈ ગયા હતા અને ત્યાં તેનું સારવાર દરમ્યાન મોત નીપજયું હતું જે હત્યાના ગુનામાં વધુ એક આરોપીની પોલીસે ધરપકડ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના રામકૃષ્ણનગર જે-૬ માં રહેતા ગૌરીબેન મનુભાઈ ડુંગરા જાતે કોળી (૬૦) નામના વૃદ્ધાએ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશને વેલાભાઇ રાવળજયુભા દરબાર અને અજાણ્યા ત્રણ શખ્સો આમ કુલ મળીને પાંચ શખ્સોની સામે ફરિયાદ નોંધાવેલ હતી જેમાં જણાવ્યું હતું કેતેના દીકરા નવઘણ સાથે વેલાભાઇ અને જયુભાને ફોન ઉપર કોઈ બાબતે બોલાચાલી થઈ હતી. જેથી તે બંને ફરિયાદીના ઘરે આવ્યા હતા અને ત્યાં તેમના દીકરા નવઘણને પેટના ભાગે મુકા મારીને મારી નાંખવાની ધમકી આપી હતી. તેમજ ફરિયાદીનો બીજો દીકરો કાળુ મનુભાઇ ડુંગરી બાઈક લઈને જતો હતો ત્યારે બાઈક સ્લીપ થતા તેને ઇજા થયેલ હોવાથી સારવાર માટે લઈને ગયા હતા ત્યારે જઈને આરોપીઓએ બોલાચાલી કરીને ગાળો આપી હતી અને ફરિયાદીને કહ્યું હતું કે “તારા ઘરે જઈને જોઈ લેજે” જેથી વૃદ્ધાએ ઘરે જઈને જોતાં તેના ઘર પાસે રાખવામા આવેલ ચપ્પલની લારીને આગ ચાંપી દીધી હતી અને તેના પતિ મનુભાઈ ખોડાભાઈ ડુંગરા જાતે કોળીને તે સળગતી લારીમાં ધક્કો મારીને નાખી દીધા હતા જેથી કરીને હાથે અને પગે તે દાઝી ગયા હતા જેથી તેને સારવાર માટે રાજકોટ લઈ ગયા હતા ત્યાં સારવાર દરમ્યાન મનુભાઇ ડુંગરાનું મોત નીપજયું હતુ

જેથી કરીને મારા મારીની ફરિયાદમાં હત્યાની કલમનો ઉમેરો કરવામાં આવ્યો હતો અને હત્યાના આ ગુનામાં કુલ મળીને ચાર આરોપીને અગાઉ પકડવામાં આવ્યા હતા જેમાં શનીભાઇ ઉર્ફે વેલાભાઇ રમેશભાઈ લાલુકીયા, જયદેવસિંહ ઉર્ફે જયુભા પંચાણજી ઝાલા, વિમલભાઇ નટૂભાઇ કામળીયા અને સંદીપભાઇ રાજેશભાઈ બોડાનો સમાવેશ થતો હતો અને હાલમાં આ ગુનામાં તપાસનીસ અધિકારી દ્વારા આરોપી અનિરુદ્ધસિંહ ઉર્ફે અશોકસિંહ ઉર્ફે બબુભા બહાદુરસિંહ ઝાલા (૨૯) રહે. ભાગ્યલક્ષ્મી સોસાયટી વેજીટેબલ રોડ મોરબી વાળાની ધરપકડ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે

દવાની ટીકડીઓ પી જતાં સારવારમાં

મોરબીના મહેન્દ્રનગર ગામથી આગળના ભાગમાં આવેલ આઈટીઆઈ નજીક ઓમકાર પ્લાસ્ટિક ખાતે રહેતા થાવરા અમૃતભાઈ પારઘી (૩૦) નામનો યુવાન દવાની ટીકડીઓ ખાઈ ગયો હતો જેથી કરીને તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર બાદ આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની વધુ તપાસ જે.પી. પટેલ ચલાવી રહ્યા છે

અકસ્માતમાં ઇજા

મોરબીના વીસીપરા વિસ્તારમાં રહેતા રમેશભાઈ પેથાભાઇ પરમાર નામના વ્યક્તિ મોરબીના નાનીવાવડી ગામ પાસે આવેલ રામેશ્વર પેટ્રોલ પંપ પાસે હતા ત્યારે ત્યાં અકસ્માતના બનાવમાં તેને ઇજાઓ થઈ હતી જેથી સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે અને આ બનાવની આગળ વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના એમ.એલ. બારૈયા ચલાવી રહ્યા છે




Latest News