મોરબીમાં ગેરેજ બરોબર ન ચાલતા આર્થિક સંકળામણથી કંટાળીને યુવાને અણધાર્યું પગલું ભર્યું
SHARE






મોરબીમાં ગેરેજ બરોબર ન ચાલતા આર્થિક સંકળામણથી કંટાળીને યુવાને અણધાર્યું પગલું ભર્યું
મોરબીના પીપળી ગામ પાસે આવેલ ત્રિલોક ગામ સોસાયટીમાં રહેતા યુવાનનું રફાળેશ્વર ગામ પાસે બાઈક રીપેરીંગનું ગેરેજ હતું અને ગેરેજ બરોબર ચાલતું ન હોવાથી આર્થિક સંકળામણથી કંટાળીને મનોમન લાગી આવતા તેને પોતાના ઘરની અંદર જ છતમાં લગાવેલ હુક સાથે સાડી બાંધીને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી આ બનાવની મૃતકના પિતા દ્વારા મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના જેતપર રોડ ઉપર આવેલ પીપળી ગામ પાસે ત્રિલોક ગામ સોસાયટીના બ્લોક નંબર એચ-૪ માં રહેતા લલિત ઉર્ફે નિલેશ મનુભાઈ મકવાણા જાતે અનુ. જાતિ (૨૫) નામના યુવાને પોતે પોતાના ઘરની અંદર છતમાં હિંચકો લગાવવા માટે લગાવેલ હુકમાં સાડી બાંધીને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને આપઘાતના આ બનાવ અંગે મૃતકના પિતા મનુભાઈ આલાભાઇ મકવાણા (૫૧) રહે. ત્રિલોક ગામ સોસાયટી બ્લોક નંબર એચ-૪ વાળાએ મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને વધુમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતેથી મળતી વિગત પ્રમાણે મૃતક યુવાનને રફાળેશ્વર ગામ પાસે બાઇક રીપેરીંગનું ગેરેજ હતું અને ગેરેજ બરાબર ચાલતું ન હોવાથી આર્થિક રીતે સંકળામણ આવી જતા યુવાનને મનોમન લાગી આવ્યું હતું જેથી તેણે પોતે પોતાની જાતે ઘરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરી દીધો હતો આ બનાવ અંગેની તાલુકા પોલીસે નોંધ કરી છે અને આગળની વધુ તપાસ જે.પી. વશિયાણી ચલાવી રહ્યા છે


