માળીયા (મી)ના ખાખરેચી ગામે નવદંપતીએ લગ્ન પહેલા કર્યું વૃક્ષારોપણ મોરબીમાં ગણતરી પત્રકના ફોર્મ કે મતદાર યાદીમાં મળતા નથી !: આપના આગેવાને મુખ્ય ચંટણી કમિશ્નરને કરી રજૂઆત ટંકારાના સજનપર ગામની શાળામાં તાલુકા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયા શનિવારે મોરબી જિલ્લાના પ્રવાસે જિલ્લાનું ગૌરવ: વાંકાનેર તાલુકાનાં ૮ આયુષ્માન આરોગ્ય મંદિરો આરોગ્યની સારી સેવાઓ માટે રાષ્ટ્રીય કક્ષાએ સન્માનિત કરાયા મોરબી જિલ્લામાં હથિયારબંધી: ચાર લોકોને ભેગા થવા, સભા-સરઘસ કાઢવા ઉપર પ્રતિબંધ મોરબીથી ટંકારા સુધીના ફોરટ્રેક રોડ ઉપર પડેલા ખાડા બુરવા મુખ્યમંત્રીને રજૂઆત ટંકારાના જીવાપર પાસે કૂવામાં પડી જવાથી યુવાન-વીરપર નજીક તળાવમાં ડૂબી જવાથી વૃદ્ધનું મોત
Breaking news
Morbi Today

વાંકાનેરના હત્યાના કેશના આરોપીનો શરતી જામીન ઉપર છુટકારો


SHARE















વાંકાનેરના હત્યાના કેશના આરોપીનો શરતી જામીન ઉપર છુટકારો

વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરીયાદીએ એવી ફરીયાદ કરેલ કે આરોપીઓએ ગેરકાયદેસર મંડળી રચીને મરણજનાર મજુરને ચોર સમજીને તા.૧૨-૫-૨૩ ના રોજ વાંકાનેરની ભાટીયા સોસાયટીમાં દશામાઁ ના મંદિરે તેમજ ઈકો ગાડીમાં બેસાડી અલગ-અલગ જગ્યાઓએ તેમજ મચ્છુ નદીના પટમાં તેમજ વીસીપરાથી લુણસરીયા તરફ જતાં રોડ ઉપર ઢીકાપાટુનો માર મારીને સુતરના દોરાથી તેમજ પ્લાસ્ટિકના પાઈપથી શરીર ઉપર આડેધડ માર માર્યો હતો દેને લઇને તે યુવાનનું મોત નીપજયુ હતુ.આ અંગેના ગુન્હાની ફરીયાદના આધારે વાંકાનેર સીટી પોલીસે કલમ ૩૦૨, ૩૨૩, ૧૪૩, ૧૪૭, ૧૪૯ તથા૧૩૫ મુજબ મોસીનભાઈ કાસમભાઈ અજમેરી તથા અન્ય ૬ આરોપીઓની ધરપકડ કરેલ હતી.

આરોપી મોસીનભાઈ કાસમભાઈ અજમેરીએ મોરબીના યુવા ધારાશાસ્ત્રી જીતેનભાઈ અગેચાણીયા મારફત નામદાર સેસન્સ કોર્ટમાં જામીન મેળવવા અરજી કરી હતી.આરોપી તરફે ધારદાર કાયદાકીય દલીલ કરેલ.બન્ને પક્ષકારોની દલીલના અંતે નામ.કોર્ટે આરોપી પક્ષના એડવોકેટની દલીલ માન્ય રાખીને આરોપી મોહસીનને શરતી જામીન ઉપર મુક્ત કરતો હુકમ કર્યો હતો.આ કામમાં આરોપી તરફે મોરબી જીલ્લાના સીનીયર એડવોકેટ દીલીપભાઈ અગેચાણીયા, જીતેન ડી.અગેચાણીયા, જે.ડી.સોલંકી, કુલદીપ ઝીંઝુવાડીયા, ૨વી ચાવડા અને હીતેશ પરમાર રોકાયેલા હતા.






Latest News