હળવદના ચુંપણી ગામે પત્નીને મરવા મજબુર કરવાના ગુનામાં પતિ સહીત બેનો નિર્દોષ છુટકારો
SHARE
હળવદના ચુંપણી ગામે પત્નીને મરવા મજબુર કરવાના ગુનામાં પતિ સહીત બેનો નિર્દોષ છુટકારો
મોરબી જિલ્લાના હળવદ તાલુકાના ચુંપણી ગામમાં પત્નીને મરવા મજબુર કરવાની ફરિયાદ નોંધાયેલ હતી જે ગુનામાં આરોપી પતિ અનિલભાઈ ગોવિંદભાઈ મકવાણા અને જાગૃતિબેન કાળુભાઈ રાઠોડની ધરપકડ કરાઇ હતી અને આ કેસ મોરબી સેશન્સ કોર્ટમાં ચાલી ગયો હતો જેમાં પતિ સહિતના બંને આરોપીઓનો નિર્દોષ છુટકારો થયેલ છે
હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી જેમાં જણાવ્યુ કે, ગત તા ૨૫/૧૦/૧૮ ના સવારના ૧૧ કલાકે ફરિયાદીની દીકરી હેતલબેને આપઘાત કર્યો હતો જેની ફરિયાદના આધારે આરોપી અનિલભાઈ ગોવિંદભાઈ મકવાણા અને જાગૃતિબેન કાળુભાઈ રાઠોડ જેની સાથે આરોપી અનિલભાઈને લગ્ન બહારના જાતીય સબંધ હતા તેઓની સામે હળવદ પોલીસ સ્ટેશને ગુનો નોંધાયેલ હતી જેથી તે બંનેની ધરપકડ કરી હતી અને આ કેસ મોરબીના બીજા એડી. ડીસ્ટ્રીકટ જજ વી.એ. બુદ્ધ સાહેબની કોર્ટમાં ચાલી જતા આરોપી તરફે જીલ્લાના સીનીયર એડવોકેટ દિલીપ આર. અગેચણીયા રોકાયેલ હતા જેને કોર્ટમાં ધારદાર દલીલો રજુ કરી હતી જેમાં સરકારી સાહેદોએ તેમના મૌખિક પુરાવામાં ફરિયાદ પક્ષના કેસને કે તેમના નિવેદનને સમર્થન આપ્યું નથી તેમજ સરકાર પક્ષ આરોપી સામે કેસ સાબિત કરવામાં તદન નિષ્ફળ ગયેલ છે તેમજ મરણ જનારને સતત અને એકધારો દુખ ત્રાસ હોય અને મરવા સિવાય બીજો કોઈ વિકલ્પ ન હોય તો જ આ સેક્શન નીચે ગુનો બને છે સહિતની દલીલો તેમજ કોર્ટે આરોપીઓને નિર્દોષ છોડી મુકવા જોઈએ તેવી દલીલો કરી હતી. જેથી કોર્ટે બંને પક્ષકારોની દલીલો સાંભળી બચાવ પક્ષના એડવોકેટની દલીલોને માન્ય રાખીને આરોપીઓને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કર્યો છે જે કેસમાં આરોપી તરફે જીલ્લાના સીનીયર એડવોકેટ દિલીપ આર. અગેચણીયા, યુવા એડવોકેટ જીતેન ડી. અગેચણીયા, જે.ડી. સોલંકી, હિતેશ પરમાર, રવિ ચાવડા, કુલદીપ જિંજવાડીયા અને ક્રિષ્ના જારીયા રોકાયેલ હતા