હળવદના ચુંપણી ગામે પત્નીને મરવા મજબુર કરવાના ગુનામાં પતિ સહીત બેનો નિર્દોષ છુટકારો
મોરબીમાં પેપર ટ્રેડીંગની પેઢી સાથે ૧.૩૨ કરોડની છેતરપીંડી કરનારા આરોપી જામીન મુક્ત
SHARE
મોરબીમાં પેપર ટ્રેડીંગની પેઢી સાથે ૧.૩૨ કરોડની છેતરપીંડી કરનારા આરોપી જામીન મુક્ત
મોરબીમાં પેપર ટ્રેડીંગની પેઢી ધરાવતા વ્યક્તિની સાથે ૧.૩૧ કરોડની છેતરપીંડી કરવામાં આવી હતી જે ગુનામાં આરોપીની ધરપકડ કરી હતી અને આ આરોપીની વકીલ મારફતે કોર્ટમાં જામીન અરજી કરવામાં આવી હતી જેમાં આરોપીના વકીલની દલીલોને ધ્યાને લઈને કોર્ટે આરોપીના જામીન મંજૂર કરેલ છે
આ કામેની ફરીયાદ એવી હતી કે, આ કામના ફરીયાદી દીપકભાઈ ગણેશભાઈ પાંચોટીયાનાઓ મોરબીમાં રફાળેશ્વર વરુડી એસ્ટેટમાં જી.જે. ૩૬ ફલેકસોના પ્રીન્ટીંગ નામની પેપર ટ્રેડીંગની પેઢી ધરાવે છે. આ કામના આરોપી નિમેશભાઈ નરેન્દ્રભાઈ ઠકક૨ (બળદેવ) રહે. સુરત વાળાએ તેમની આફીસે આવી પોતે પેપર મીલમાં ભાગીદાર અને દલાલ હોવાનું જણાવી પહેલા ક્રાફટ પેપરની ખરીદી કરી હતી અને નીયમીત નાણા ચુકવી વિશ્વાસ કેળવી ઠગાઈ કરવાના ઈરાદે નિહારીકા કોરૂગેટેડ પેકેજીંગ સુરત તથા માતાદાર પેપર ટયુબ સુરત તથા કે.કે. પેકેજીંગ વાપીના નામે ક્રાફટ પેપરની કુલ-૩૬ ગાડી કુલ રૂપિયા ૧,૩૧,૭૮,૦૭૭ ની ફરીયાદીની પેઢીમાંથી ક્રાફટ પેપરનો માલ મંગાવી અમુક ગાડીના જે તે પેપ૨ પેકેજીંગમાં અને અમુક અન્ય પેપર પેકેજીંગમાં ક્રાફટ પેપર ઉતારી એન કેન પ્રકારે આર્થીક ફાયદો મેળવી અમોને પૈસા નહી ચુકવી ફરીયાદી સાથે વિશ્વાસઘાત કરી છેતરપીડી કરી હતી જેથી આઈ.પી.સી કલમ- ૪૦૬, ૪૨૦ મુજબની ફરીયાદ કરવામાં આવેલ હતી અને આ કામે પોલીસ દ્વારા આરોપી નેમીશ ઉર્ફે નૈમીષ ઉર્ફે નીમેષ નરેન્દ્રભાઈ બળદેવ (ઠકકર) નાઓની ધરપકડ કરવામાં આવી હતી અને આ કેસમાં મોરબીના ધારાશાસ્ત્રી જે.ડી. સોલંકી મારફત એડી. ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટમાં જામીન અરજી કરેલ હતી અને આ જામીન અરજીના કામે ફરીયાદી અને આરોપી બન્ને પક્ષની તમામ દલીલના અંતે એડી. ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટે આરોપી તરફેની દલીલો માન્ય રાખી આરોપી નેમીશ ઉર્ફે નૈમીષ ઉર્ફે નીમેષ નરેન્દ્રભાઈ બળદેવ (ઠકકર) નાઓને જામીન મુક્ત કરતો હુકમ કરેલ છે