મોરબીની વિનય ઇન્ટરનેશનલના વિદ્યાર્થીઓએ બેડમિન્ટન, કરાટે અને સ્કેટિંગ સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ મેડલ મેળવ્યા મોરબીના ઝાલા પરિવારે લગ્નના ચાંદલા સ્વરૂપે આવેલી માતબર રકમ નવનિર્મિત રાજપૂત સમાજ ભવન માટે અર્પણ કરી મોરબી મહાપાલિકામાં કમિશ્નરને મળવા માટે માંગવામાં આવતો અભિપ્રાય-સહી યોગ્ય નથી: કોંગ્રેસ મોરબી જીલ્લામાં મતદાનના ૪૮ કલાક પહેલા ચુંટણી સંબંધિત વિસ્તાર છોડી દેવાની તાકીદ મોરબીના ઘૂટું ગામનો રહેવાસી મોક્ષ કૈલા જીલ્લા કક્ષાએ દોડમાં વિજેતા બન્યો મોરબીના રાજકોટ હાઇવે અજંતા નજીક વાહન અકસ્માતમાં ઘવાયેલ યુવાન રાજકોટ ખસેડાયો મોરબી: સુરજબારી ચેકપોસ્ટ નજીક વાહન અકસ્માતમાં ઇજા પામેલ યુવાનનું મોત, સારવાર દરમિયાન વૃદ્ધનું મોત મોરબીમાં નટરાજ ફાટક-વેજીટેબલ રોડે કરવામાં આવેલા દબાણો ઉપર મહાપાલિકાનું બુલડોઝર ફરી ગયું
Breaking news
Morbi Today

મોરબીની મચ્છી પીઠમાં છોકરા-મહિલાઓ વચ્ચેની માથાકૂટ બાદ અડધી રાતે બે જુથ સામસામે: છૂટા પથ્થર-સોડા બોટલના ઘા


SHARE













મોરબીની મચ્છી પીઠમાં છોકરા-મહિલાઓ વચ્ચેની માથાકૂટ બાદ અડધી રાતે બે જુથ સામસામે: છૂટા પથ્થર-સોડા બોટલના ઘા

મોરબીના જુના બસ સ્ટેશનની પાછળના ભાગમાં આવેલ મચ્છીપીઠ વિસ્તારમાં બાળકોને સાઇકલ ફેરવવા બાબતે થયેલ માથાકૂટ બાદ મહિલાઓ વચ્ચે ઠપકો આપવા બાબતે બોલાચાલી થઈ હતી ત્યાર બાદ રાત્રિના ૧૨ વાગ્યાના અરસામાં છુટા પથ્થર અને સોડા બોટલના ઘા કરીને સામસામે બે જૂથ વચ્ચે મારામારી કરવામાં આવી હતી અને આ બનાવની જાણ થતા મોરબી એ ડિવિઝન સહિતની પોલીસની ટીમે ત્યાં આવી ગયેલ હતી અને બંને પક્ષેથી એક એક શખ્સની અટકાયત કરી પોલીસ આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

મોરબી શહેર અને જિલ્લામાં મારામારી, હુમલો, હત્યા, હત્યાનો પ્રયાસ, ચોરી, લૂંટ, ધમકી, મારી નાખવાની ધમકી વગેરે જેવી ઘટનાઓ હવે જાણે કે રોજિંદી બની ગઈ હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે અને કાયદાનો જાણે કે લુખ્ખા તત્વો અને કોઈ ડર જ ન હોય તે પ્રકારની ઘટનાઓ અવાર નવાર મોરબીમાં બની રહી છે તેવામાં ગઈકાલે રાત્રિના ૧૨:૦૦ વાગ્યાના અરસામાં મોરબીના જુના બસ સ્ટેશનની પાછળના ભાગમાં આવેલ મચ્છીપીઠ વિસ્તારમાં બે જૂથ સામસામે આવી ગયા હતા અને ત્યારબાદ સામસામે પથ્થર અને સોડા બોટલના છૂટા ઘા કરવામાં આવ્યા હતા અને આ બનાવની ત્યાં ફરજ પર રહેલા હોમગાર્ડના જવાનો દ્વારા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા તાત્કાલિક પોલીસ અધિકારી સહિતની ટીમો ત્યાં પહોચી ગયેલ હતી અને સામસામે પથ્થર અને સોડા બોટલના ઘા કરતા બંને જૂથના શખ્સો ત્યાંથી નાસી ગયા હતા

સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી પ્રમાણે તે વિસ્તારમાં સાયકલ ફેરવવા બાબતે છોકરા વચ્ચે ઝઘડો થયો હતો અને ત્યારબાદ મહિલાઓ છોકરાને ઠપકો આપવા માટે થઈને ગઈ હતી ત્યાં બોલાચાલી થઈ હતી અને તે બોલાચાલી બાદ રાત્રિના સમયે બે જૂથ સામસામે આવી ગયા હતા અને ત્યારે છુટા પથ્થર અને સોડા બોટલના ઘા કરવામાં આવ્યા હતા જેથી કરીને થોડીવાર માટે તે વિસ્તારનું વાતાવરણ તંગ બની ગયું હતું અને ત્યાં ફરજ પર હાજર રહેલા હોમગાર્ડના જવાનો દ્વારા તાત્કાલિકા બનાવા અંગેની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવા આવી હતી જેથી કરીને પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને પરિસ્થિતિને કાબુમાં લેવા માટેના પ્રયત્નો શરૂ કર્યા હતા. 

આટલું જ નહીં પરંતુ તે વિસ્તારમાં કોમ્બિંગ કરીને હથિયારો પણ પોલીસ દ્વારા કબજે લેવામાં આવ્યા હોવાની વિગતો જાણવા મળી રહી છે તેમજ પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી મુજબ મચ્છી પીઠ વિસ્તારમાં જ રહેતા અબ્દુલભાઈ ખમીસાભાઈ થેયબ (૪૫) રહે. એસટી ડેપો પાછળ મચ્છી પીઠ મોરબી તેમજ જુસબ ગુલામામદ મોવર જાતે મિયાણા (૪૨) રહે. મચ્છી પીઠ મોરબી વાળાની રાત્રે પોલીસ દ્વારા વાળા અટકાયત કરવામાં આવી હતી અને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

કેમ જાહેરમાં બખેડાનો ગુનો ન નોંધાયો ?

સામાન્ય રીતે મોરબી શહેરના કોઈપણ વિસ્તારમાં જાહેર રસ્તા ઉપર કોઈ વ્યક્તિઓ ગાળો બોલતા હોય અને બખેડો કરતા હોય તો તેની સામે ગુના નોંધાતા હોય છે પરંતુ મોરબીના મચ્છી પીઠ વિસ્તારની અંદર રાત્રિના બારેક વાગ્યાના અરસામાં બે જૂથ સામસામે આવ્યા હતા અને બંને જૂથ તરફથી પથ્થર અને સોડા બોટલના છૂટા ઘા કરવામાં આવ્યા હતા તેમ છતાં પણ આ બનાવ સંદર્ભે હજુ સુધી તે બંને જૂથમાંથી તો કોઈ ફરિયાદ નથી પરંતુ પોલીસે પણ જાતે ફરિયાદી બનીને બખેડો કરનારાઓની સામે કોઈ આકરી કાર્યવાહી કરેલ નથી તે હકીકત છે

કેમ હથિયારને લગતા કલમ ૧૩૫ ના ગુના ન નોંધાયા ?

જિલ્લા કલેકટર દ્વારા જે હથિયાર માટે થઈને સમયાંતરે જાહેરનામા બહાર પાડવામાં આવતા હોય છે તેને લઈને પણ પોલીસ દ્વારા જુદા જુદા વિસ્તારમાં એકાલ દોકલ વ્યક્તિને છરી, હથિયાર કે લાકડીના ધોકા સાથે પકડવામાં આવતા હોય છે અને તેની સામે જાહેરનામાના ભંગ સબબ ગુના નોંધવામાં આવતા હોય છે પરંતુ અફસોસની વાત એ છે, કે મોરબીના મચ્છી પીઠ વિસ્તારની અંદર બે જૂથ સામસામે આવ્યા હતા અને તેમજ ત્યાંથી છરી સહિતના હથિયારો પણ પોલીસ દ્વારા કોમ્બિંગ કરીને કબજે લેવામાં આવ્યા હતા આ ઉપરાંત સોડા બોટલ અને પથ્થરના છુટા ઘા થયા હતા. તેમ છતાં પણ કોઈની સામે જાહેરનામાં ભંગ સબબ કે અન્ય કોઈપણ પ્રકારનો ગુનો નોંધાયેલ નથી અને હાલમાં બંને પક્ષના વ્યક્તિઓ સામે અટકાયતી કામગીરી કરીને પોલીસને સંતોષ માની લીધેલ છે !

દિવસે ઘટના બની હોત અને નિર્દોષ વ્યક્તિનો ભોગ લેવાયો હોત તો જવાબદાર કોણ ?

 મોરબીના મચ્છી પીઠ વિસ્તારમાં રાત્રિના સમયગાળા દરમિયાન જે ઘટના બની તે જો દિવસ દરમિયાન બની હોત અને તે ભરચક વિસ્તારની અંદર આવી રીતે સોડા બોટલ અને પથ્થરના છૂટા ઘા થયા હોત ત્યારે જો કોઈ નિર્દોષ વ્યક્તિને ઇજા થયા કે પછી કોઈને ગંભીર ઇજા થવાથી તેનો જીવ ગયો હોત તો તેના માટે જવાબદાર કોણ તે પણ સૌથી મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે ત્યારે પોલીસ વિભાગ દ્વારા રાત્રીના સમયગાળા દરમિયાન જાહેરમાં બખડો કરનારા અને છુટા પથ્થર તથા સોડા બોટલના ઘા કરનારાઓની સામે આકરી કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે








Latest News