મોરબીના મકનસર ગામે દવા પી ગયેલ યુવાનનું મોત
SHARE









મોરબીના મકનસર ગામે દવા પી ગયેલ યુવાનનું મોત
મોરબી તાલુકાના મકનસર ગામે રહેતા યુવાને કોઈ કારણોસર પોતે પોતાની જાતે ઘરે દવા પી લેતા તેનો દીકરો તેને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યો હતો અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી વાંકાનેર હાઈવે રોડ ઉપર આવેલ મકાનસર ગામે રહેતા વનરાજભાઈ મગનભાઈ ચાવડા (૪૮) નામના યુવાન કોઈપણ કારણોસર પોતે પોતાના ઘરે હતા ત્યારે દવા પી લેતા તેને તેનો દીકરો ગૌતમ ચાવડા મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યો હતો અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
