મોરબીના કેશવનગર ગામના વૃધ્ધને ઉલટી થયા બાદ સારવારમાં મોત
SHARE









મોરબીના કેશવનગર ગામના વૃધ્ધને ઉલ્ટી થયા બાદ સારવારમાં મોત
મોરબી તાલુકાના કેશવનગર ગામે રહેતા વૃદ્ધને ઘરે હતા ત્યારે કોઈ પણ કારણોસર ઉલટી થતા બેભાન હાલતમાં તેને પ્રથમ સારવાર માટે મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઈ ગયા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું જેથી કરીને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરાતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.
બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીના કેશવ નગર ગામે રહેતા બાબુભાઈ શીવાભાઈ કાલરીયા (૬૨) નામના વૃદ્ધ પોતે પોતાના ઘરે હતા ત્યારે કોઈ કારણોસર તેને ઉલટી થતા તેને બેભાન હાલતમાં સારવાર માટે મોરબીમાં આવેલ ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા અને ચાલુ સારવાર દરમિયાન તે વૃદ્ધનું મોત નિપજયુ હતુ જેથી કરીને રાજકોટની હોસ્પિટલ મારફતે આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને આ અંગેની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના વી.એસ. ડાંગર ચલાવી રહ્યા છે.
