મોરબીમાં તંત્ર અને કોન્ટ્રાકટરની બેદરકારીના લીધે વાહન ચાલકો હેરાન: જીવલેણ અકસ્માતની જોવાતી રાહ મોરબીના નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન ખાતે એક્સ આર્મીમેન-આરએસએસના કાર્યકર્તાઓના હસ્તે ધ્વજવંદન ટંકારા તાલુકામાં સગી દીકરી સાથે દુષ્કર્મ આચારનારા બાપને જેલ હવાલે મોરબી કરિયાણા મર્ચન્ટ એસોસિએશનના પ્રમુખ પદે સચિનભાઈ વોરાની વરણી મોરબી નજીક જુદીજુદી બે જગ્યાએ વાહનોમાંથી 970 લિટર ડીઝલની ચોરીના ગુનામાં બે આરોપીની ધરપકડ: એકની શોધખોળ મોરબી એબીવીપી દ્વારા 26 મી જાન્યુઆરી નિમિતે ગ્રીન ચોક ખાતે ધવજવંદન કરાયું વાંકાનેરના વરડુસર ગામે આવેલ શાળામાં 26 મી જાન્યુ.એ 51 દીકરીઓએ કર્યું વૃક્ષા રોપણ મોરબીમાં સાર્થક વિદ્યામંદિરમાં ખાતે પ્રજાસત્તાક પર્વ ઉજવાયો: વિદ્યાર્થીઓને સન્માનીત કરાયા
Breaking news
Morbi Today

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં યુવાને અજુગતુ પગલુ ભરી લેતા મોત


SHARE











મોરબીના સામાકાંઠા વિસ્તારમાં યુવાને અજુગતુ પગલુ ભરી લેતા મોત

મોરબીના વેજીટેબલ રોડ ઉપર આવેલ ભીમસરમાં રહેતા યુવાને કોઈ કારણોસર ત્યાં ઝાડ સાથે ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તેના મૃત દેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટર તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા ત્યાર બાદ આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના ભીમસર વિસ્તારમાં રહેતા વિકાસભાઈ રામવિનયભાઈ પાનતાપી (૨૧) નામના યુવાને કોઈપણ કારણોસર રાત્રીના પોણા આઠેક વાગ્યાના અરસામાં ભીમસરની શાળા પાસે ઝાડ સાથે ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તાત્કાલિક ૧૦૮ મારફતે તેને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.

ત્રણ જુગારી પકડાયા

મોરબીમાં લીલાપર નજીક આવેલ પેપરમીલની બાજુમાં જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી અક્ષયભાઈ ચતુરભાઈ દેવીપુજક, અજયભાઈ શાંતિલાલ દેવીપુજક અને સુનિલભાઈ પ્રેમજીભાઈ દેવીપુજક રહે બધા પેપરમીલની કોલોનીમાં લીલાપર પાસે મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે ૯૬૦ ની કિંમતની રોકડ કબજે કરી ત્રણેય આરોપીની ધરપકડ કરી મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

​​






Latest News