મોરબીના સામાકાંઠા વિસ્તારમાં યુવાને અજુગતુ પગલુ ભરી લેતા મોત
હળવદના ચરાડવા ગામે રાજલનગરમાં ઘરમાંથી દારૂની ૮૫ બોટલ સાથે આરોપીની ધરપકડ
SHARE









હળવદના ચરાડવા ગામે રાજલનગરમાં ઘરમાંથી દારૂની ૮૫ બોટલ સાથે આરોપીની ધરપકડ
હળવદ તાલુકાના ચરાડવા ગામે રાજલનગરમાં રહેતા શખ્સના ઘરમાં દારૂનો જથ્થો હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની નાની 85 બોટલો મળી આવતા પોલીસે 8,500 રૂપિયાની કિંમતની દારૂની બોટલો કબજે કરી હતી અને આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે ચરાડવા ગામે આવેલ રાજલ નગરમાં રહેતા સમીરભાઈ કાજેડીયાના ઘરમાં દારૂનો જથ્થો હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની નાની 85 બોટલો મળી આવતા પોલીસે 8500 ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી સમીરભાઈ અનવરભાઈ કાજેડીયા જાતે મિયાણા 21 રહે ચરાડવા તાલુકો હળવદ વાળા ની ધરપકડ કરી તેની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
