મોરબીમાં દારૂના ગુનામાં સંડોવાયેલ બે શખ્સ પાસે હેઠળ જેલલ હવાલે: હળવદ તાલુકાના દારૂના ગુનામાં આરોપી 13 વર્ષે ઝડપાયો વાંકાનેર પાલિકાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસને ત્રણ બેઠક બિન હરીફ !, ભાજપ વર્ષોથી વોર્ડ 4 માં ઉમેદવાર ઉભા રાખતી જ નથી મોરબી મહાપાલિકાની ચૂંટણી લડવા માટે કોણે કોણે ભર્યા ઉમેદવારી પત્રો: પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબી મહાનગરપાલિકાની 52 બેઠકો પક્ષ-અપક્ષ સહિત કુલ 204 ઉમેદવારોએ ફોર્મ ભર્યા મોરબીમાં 3 સંતાન હોય આપના મહિલા ઉમેદવારનું ફોર્મ ન ભરાઈ તે સ્થિતિ સર્જાતા તાત્કાલિક ઉમેદવાર બદલાવ્યા: હવે 52 ઉમેદવારો ચૂંટણીના જંગમાં તૈયાર ભારે કરી: મોરબી મહાપાલિકામાં 52 પૈકી 3 બેઠક ઉપર કોંગ્રોસના ઉમેદવારી પત્ર ભરાયા જ નહી ! વિનેબલ નવા ચહેરા ન મળ્યા ?: મોરબીમાં સુપરસીડ કરાયેલ પાલિકાના 7 સભ્યો મનપામાં રિપીટ, 5 સભ્યોના પરિવારજનને ટિકિટ ! મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ: કોણ-કોણ પક્ષ અને અપક્ષમાંથી ઉમેદવાર કરશે તેના ઉપર સહુની નજર
Breaking news
Morbi Today

ખાનગી શાળા-હોસ્પિટલોની જેમ જ સરકારી કચેરીઓમાં પણ ફાયર સેફટીની સુવિધાઓની ચકાસણી થવી જોઈએ : મોરબી ગ્રાહક સુરક્ષા મંડળ


SHARE













ખાનગી શાળા-હોસ્પિટલોની જેમ જ સરકારી કચેરીઓમાં પણ ફાયર સેફટીની સુવિધાઓની ચકાસણી થવી જોઈએ : મોરબી ગ્રાહક સુરક્ષા મંડળ

રાજકોટ ગેમઝોનમાં અગ્નીકાંડ પછી સરકારી કામોમાં ગતી આવેલ છે દરેક ખાનગી હોસ્પીટલ તથા શાળામાં ફાયરસેફટીના સાધનો વસાવવા જોઇએ સાથે-સાથે સરકારી કચેરીઓમાં પણ તેનો અમલ થવો જરૂરી છે.

મોરબી શહેર અને જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા દ્વારા જણાવવામાં આવેલ છે કે, રાજકોટમાં સર્જાયેલ અગ્નીકાંડની ઘટના બાદ સરકારે ઝડપથી કામગીરી શરૂ કરેલ છે તે અભિનંદનને પાત્ર છે.હાલે સરકારી અધિકારીઓ શાળાઓ, ખાનગી હોસ્પીટલો, છાત્રાલયો જેવી દરેક જગ્યાઓએ ફાયર સેફટીના સાધનો માટે તાકીદ કરી રહયાં છે.પરંતુ પ્રજાનો જયાં દરરોજ ધસારો રહે છે તે સરકારી કચેરીઓ જેમ કે કલેકટર કચેરી, જીલ્લા-તાલુકા પંચાયત, નગરપાલીકા, પોસ્ટ ઓફીસ, સેવા સદન, જાહેર લાઇબ્રેરી, શાક માર્કીટ, બેંકો તથા અન્ય કચેરીમાં પણ માણસો કામસર આવે છે જયાં ખુબ જ ભીડ હોય છે.ત્યાં ફાયર સેફટીનાં સાધનો નથી હોતા માટે તાત્કાલીક આવી જગ્યાઓએ ફાયર સેફટીના સાધનો મુકાવીને પ્રજાને સંતોષ અને સલામતી આપવી જોઇએ.ર્દુઘટના કયારે બને તેનુ કડઇ નકકી નથી.તો આ બાબતે સરકાર તાત્કાલીક આદેશ કરે અને તે માટે જરૂરી ગ્રાન્ટ મંજુર કરે તેવી અપેક્ષા મોરબીવાસીઓ વતી મોરબી શહેર-જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાએ વ્યકત કરેલ છે






Latest News