મોરબીમાં સગીરાનો સોશ્યલ મીડિયાથી પીછો કરી જાતીય સતામણી કરવાના કેસમાં આરોપીનો નિર્દોષ છુટકારો મોરબીના કંડલા બાયપાસ રોડ ઉપર કારમાં આગ લાગી હોવાની મોકડ્રિલ યોજાઇ મોરબીની કોર્ટમાં ચાલી ગયેલ ચેક રિટર્નના કેસમાં આરોપીને એક વર્ષની સજા: બમણી રકમ વ્યાજ સાથે ચૂકવવા આદેશ મોરબી જિલ્લામાં આંગણવાડી અને આશા વર્કર બહેનોને ઓનલાઈન કામ માટે અધિકારીઓ તરફથી મળે છે ધમકી ! મોરબીમાં નાણાકીય સાક્ષરતા સપ્તાહ અંતર્ગત જાગૃતિ રેલી યોજાઈ; સાયબર ફ્રોડ અંગે લોકોને જાગૃત કરાયા ટંકારામાં આર્યસમાજ દ્વારા આજથી શતાબ્દી મહોત્સવનો પ્રારંભ: યજ્ઞ-શોભાયાત્રા સહિતના કાર્યક્રમો યોજાયા મોરબીના મહેન્દ્રનગર પાસે પેસેન્જર રીક્ષાને અકસ્માત નડયો, એક વ્યક્તિનું રાજકોટ ખાતે મોત મોરબીના સાહિલ માજોઠીનું યુદ્ધ કેદીઓને ટ્રાન્સફર લિસ્ટમાં હાલ યુક્રેને રશિયાને નામ ન આપ્યું: સાહિલને ભારત હેમખેમ આવવા સામે પ્રશ્નાર્થ
Breaking news
Morbi Today

મોરબીના નવલખી રોડ ઉપર બોલેરો ચાલકે રિક્ષાને હડફેટે લેતા સાતને ઈજા


SHARE













મોરબીના નવલખી રોડ ઉપર બોલેરો ચાલકે રિક્ષાને હડફેટે લેતા સાતને ઈજા

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ વનાળીયા ગામ જવાના પાટિયા પાસે વાહન અકસ્માતનો બનાવ સર્જાયો હતો.જેમાં બોલેરોના ચાલકે રીક્ષાને હડફેટે લેતા સાત લોકોને નાની-મોટી ઈજાઓ થતા સારવાર માટે ખસેડાયા હતા. મોરબી તાલુકા પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે વનાળીયા ગામના પાટિયા પાસે બોલેરોના ચાલકે રિક્ષાને હડફેટે લેતા સર્જાયેલા અકસ્માત બનાવવામાં ધ્રુવ કિશન ઝિંઝુવાડીયા (૧૦), વિજય નાથુભાઈ ડાભી (૩૫), સંગીતાબેન દિનેશભાઈ ઝીંઝવાડીયા (૨૬) ભારતીબેન કિશનભાઇ ઝિંઝુવાડીયા (૨૬) ચંપાબેન દિનેશભાઈ ઝિંઝવાડીયા (૫૦) રહે.પાંચેય રણછોડનગર મોરબી તેમજ સવિતાબેન રાજુભાઈ ધાંધલીયા (૧૪) અને કાજલબેન રાજુભાઈ ધાંધલીયા (૩૫) રહે.નવલખી હાઇવે ને નાની-મોટી ઈજાઓ થતા હોસ્પિટલ ખાતે સારવારમાં લઈ જવાયા હતા અને સારવાર બાદ પોલીસમાં જાણ થતા તાલુકા પોલીસ મથકના એમ.એલ. બારૈયા દ્વારા આ બાબતે નોંધ કરી તપાસ કરવામાં આવી હતી.

આધેડ મહિલા-પરિણિતા સારવારમાં

મોરબીના વાંકાનેર તાલુકાના લિંબાળા ગામે મેઇન બજાર વિસ્તારમાં રહેતા કુલસુમબેન ઈસુબભાઈ સરવદી નામના ૫૬ વર્ષના મહિલા બાઇકમાં પાછળના ભાગે બેસીને જતા હતા ત્યારે રસ્તામાં તેઓના બાઇક આડે અચાનક કૂતરું ઉતરતા બાઇક સ્લીપ થઈ ગયું હતું.જે બનાવમાં ઇજા પામેલ કુલસુમબેનને મોરબીના સામાકાંઠેની શિવમ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા જ્યાંથી જાણ થતા બી ડિવિઝન પોલીસ મથકના હિતેશભાઈ મકવાણાએ નોંધ કરીને તપાસ કરી હતી.જ્યારે મોરબીના નવલખી રોડ ઉપર આવેલ રણછોડનગર વિસ્તારમાં રહેતા મમતાબેન બ્રિજેશભાઈ ચૌધરી નામની ૨૫ વર્ષીય મહિલાને તેના ઘરે રાત્રિ દરમિયાન તેમના પતિ દ્વારા માર મારવામાં આવતા ઈજા પામેલ મમતાબેનને અહીંની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લઈ જવાયા હતા.સારવાર બાદ પોલીસમાં જાણ કરવામાં આવતા બી ડિવિઝન પોલીસ મથકના પ્રફુલભાઈ પરમારે નોંધ કરીને તપાસ કરી હતી.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના જુના ઘુંટુ રોડ ઉપર આવેલ કોસમો કંપની નામના યુનિટ પાસે રહીને મજૂરી કામ કરતાં અસગરભાઈ સફરભાઈ અન્સારી નામનો ૪૦ વર્ષનો યુવાન મોરબીના જેતપર રોડ ઉપર આવેલ બેલા ગામ પાસેથી જતો હતો ત્યાં શિવકાંટા નજીક તેના બાઈકને કોઈ રિક્ષાવાળાએ હડફેટે લેતા ઇજા પામતા સારવાર માટે શહેરના સામેકાંઠે આવેલ શિવમ હોસ્પિટલે સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો.જ્યાંથી બનાવની જાણ થતા તાલુકા પોલીસ મથકના મનીષભાઈ બારૈયા દ્વારા આ બાબતે નોંધ કરીને તપાસ કરવામાં આવી રહી છે.






Latest News