મોરબી જિલ્લા પંચાયતના માજી ચેરમેને ભાજપમાંથી ટિકિટ ન મળતા કરી અપક્ષ ઉમેદવારી: તમામ બેઠકો ઉપર પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબીમાં વેપાર માટે વ્યાજે લીધેલા ૫ લાખ સામે ૭.૯૦ લાખ ચૂકવવા છતાં પઠાણી ઉઘરાણી કરનાર બે ની ધરપકડ વાંકાનેરના ચિત્રાખડા ગામે ખનીજ માફિયા ઉપર ધોંસ: 45 લાખની મશીનરી કબ્જે મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના  ઓબ્ઝર્વર ડૉ. શ્રી સંજય જોશી અધિકારીઓ સાથે કરી સમીક્ષા બેઠક મોરબીમાં પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાના દીકરા ડૉ. પ્રશાંત મેરજાની સ્મૃતિમાં યોજાયેલા મેડિકલ કેમ્પનો 400 જેટલા દર્દીઓએ લાભ લીધો મોરબી તાલુકા પંચાયતના માજી પ્રમુખ સ્વ. નાથાભાઈની પુણ્યતિથિએ સદભાવના વૃદ્ધાશ્રમમાં ભોજન પ્રસાદ કરાવ્યો મોરબીના શનાળા ગામ નજીક બ્રેઝા ગાડીમાં આગ લાગતા કાર બળીને ખાખ મોરબીના ચેક રીર્ટન કેસમાં આરોપીને એક વર્ષની સજા: ડબલ રકમ ચૂકવવા આદેશ
Breaking news
Morbi Today

મોરબીમાં જમીન બાબતે કાકા ઉપર છરી વડે હુમલો કરનારા ભત્રીજા સામે પોલિસ કાર્યવાહી


SHARE













મોરબીમાં જમીન બાબતે કાકા ઉપર છરી વડે હુમલો કરનારા ભત્રીજા સામે પોલિસ કાર્યવાહી

મોરબીના વાવડી રોડ ઉપર આવેલ મીરા પાર્ક સોસાયટીમાં રહેતા અને મૂળ ગુંગણ ગામના વૃદ્ધને ફોન કરીને શેરીના નાકે તેના ભત્રીજાએ બોલાવ્યા હતા અને ત્યાં વડીલો પાર્જીત જમીન બાબતે બોલાચાલી અને ઝઘડો કર્યો હતો અને ત્યાર બાદ ભત્રીજાએ તેના કાક ઉપર છરી વડે હુમલો કર્યો હતો જે ગુનામાં પોલીસે આરોપીની ધરપકડ કરેલ છે.

જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીના વાવડી રોડ ઉપર મીરા પાર્ક શેરી નંબર-૩ માં રહેતા કરણસિંહ રવુભા જાડેજા જાતે દરબાર (૬૩) ઉપર તેમના જ ભત્રીજા વિક્રમસિંહ મીઠુભા જાડેજા રહે. નવલખી રોડ યમુનાનગર સોસાયટી મોરબી વાળાએ છરી વડે હુમલો કર્યો હતો જેથી કરીને ઇજા પામેલા કરણસિંહ જાડેજાને સારવારમાં લઈ ગયા હતા અને ત્યાર બાદ તેઓએ તેમના ભત્રીજા વિક્રમસિંહ મીઠુંભા જાડેજા સામે ફરિયાદ નોંધાવી હતી જેમાં જણાવ્યું હતું કે, વડીલો પાર્જીત જમીન બાબતે રોષ રાખીને ફોન કરીને તેઓને મિરા પાર્કના નાકા પાસે આવેલ પાનની દુકાન પાસે બોલાવ્યા હતા જેથી તેઓ તેના દીકરા યુવરાજસિંહ સાથે ત્યાં ગયા હતા ત્યારે એક્ટિવા લઈને વિક્રમસિંહ ત્યાં આવેલ અને ફરીયાદી તેમજ તેના દીકરાની સાથે વડીલો પાર્જીત જમીન બાબતે જપાજપી અને ગાળાગાળી કરી હતી અને ઢીકાપાટુનો માર માર્યો હતો ત્યાર બાદ એક્ટીવામાંથી છરી કાઢીને આરોપીએ તેના કાકા કરણસિંહ ઉપર હુમલો કર્યો હતો અને તેઓને હોઠ, ગાલ તેમજ માથામાં છરી મારી હતી તેમજ યુવરાજસિંહને જમણાના હાથની આંગળીમાં છરીથી ઇજા કરી હતી અને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જે ફરિયાદ આધારે પોલીસે આરોપી વિક્રમસિંહ મીઠુંભા જાડેજા જાતે દરબાર (૫૦) રહે. યમુનાનગર શેરી નં-૨ નવલખી રોડ મોરબી વાળાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ કરી છે.

મારા મારીમાં ઇજા

મોરબીના રફાળેશ્વર ગામ પાસે આવેલ મારુતિ એરક્રોસ નામના કારખાનામાં રહેતો અને મજૂરી કામ કરતા અજયભાઈ પ્રવીણભાઈ દમસાની નામના યુવાનને મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી કરીને ઇજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે આગળની કાર્યવાહી કરી હતી અને બનાવની પ્રાથમિક તપાસ એ.એમ. ઝાપડિયા દ્વારા કરવામાં આવી હતી.

મહિલા સારવારમાં

મોરબી તાલુકાના જીવાપર (આમરણ) ગામે રહેતા જોત્સનાબેન શાંતિભાઈ કંઝારીયા (૪૩) નામની મહિલાને ઘરે તેના પતિ દ્વારા માર મારવામાં આવતા ઇજા પામેલ મહિલાને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ ફિરોજભાઈ સુમરા દ્વારા કરવામાં આવી હતી.






Latest News