વાંકાનેરના મેસરીયા ગામે પોલીસ પ્રોટેક્શન સાથે કામ કરવા આવેલ જેટકોને અધિકારીઓને મહેશ રાજકોટીયાએ તતડાવી નાખ્યા મોરબી જીલ્લામાં આમ આદમી પાર્ટી છોડીને મહિલા આગેવાનો કોંગ્રેસમાં જોડાયા મોરબીના વિવિધ વિસ્તારોમાં લોકોની વર્ષો જૂની સ્ટ્રીટ લાઇટની સમસ્યાનો આવશે અંત માળીયા મીયાણાના લક્ષ્મીવાસ ગામે રહેણાંક મકાનમાં જુગાર રમતા 6 ઝડપાયા મોરબીના લખધીરપુરથી પાનેલી ગામ તરફ જવાનો રસ્તા ઉપર યુવાનના લમણે એરગન રાખીને 1.60 લાખના મુદ્દામાલી લૂંટ મોરબીના નવી પીપળી ગામે ઓમપાર્ક સોસાયટીના રહેણાંક મકાનમાં ચોરી મોરબી : પીજીવીસીએલ દ્વારા તા.૨૫ ના રોજ મોટી સંખ્યામાં ટીમો દ્વારા જોડાણ કાપવાની કામગીરી કરવામાં આવશે મોરબીમાં ૧.૯૫ કરોડના ખર્ચે ઓપન જીમ, જોગિંગ ટ્રેક, ચિલ્ડ્રન પ્લે એરિયા બનશે
Breaking news
Morbi Today

મોરબીના ઉંચી માંડલ નજીક ટ્રક ટ્રેલરના ચાલકે બાઈકને હડફેટે લેતા આધેડનું મોત


SHARE













મોરબીના ઉંચી માંડલ નજીક ટ્રક ટ્રેલરના ચાલકે બાઈકને હડફેટે લેતા આધેડનું મોત

મોરબી હળવદ હાઇવે રોડ ઉપર આવેલ ઉંચી માંડલ ગામ પાસે સિલોરા કારખાનાની સામેના ભાગમાંથી બાઇક પસાર થઈ રહ્યું હતું ત્યારે તેઓના બાઈકને ટ્રક ટ્રેલરના ચાલકે હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો અને તેમાં આધેડના માથાના ભાગે ગંભીર ઈજા થઈ હોવાથી તેનું મોત નિપજ્યું હતું. અને અકસ્માત કરીને વાહન ચાલાક તેનું ટ્રક ટ્રેલર છોડીને ત્યાંથી નાસી ગયો હતો જેથી આ બનાવ સંદર્ભે હાલમાં મૃતકના દીકરાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ટ્રક ટ્રેલરના ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના ચરાડવા ગામે આવેલ ચૈતન્યનગરમાં રહેતા કમલેશભાઈ જાદવજીભાઈ માકાસણા જાતે પટેલ (39) એ હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ટ્રક ટ્રેલર નંબર આરજે 27 જીઈ 1212 ના ચાલક સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે, મોરબી હળવદ હાઇવે રોડ ઉપર આવેલ ઊંચી માંડલ ગામની સીમમાં સિલોરા કારખાના સામેથી તેઓના પિતા જાદવજીભાઈ હિરજીભાઇ માકાસણા (68) બાઇક નં. જીજે 3 સીકે 0519 લઈને જઈ રહ્યા હતા ત્યારે આરોપીએ તેના હવાલા વાળું ટ્રક ટ્રેલર પાછળથી બાઈકમાં અથડાવ્યું હતું જેથી અકસ્માત થયો હતો અને અકસ્માતના આ બનાવમાં ફરિયાદીના પિતા રોડ ઉપર પડી જતા તેને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી જેથી તેનું મોત નીપજયું હતું. અને ટ્રક ટ્રેલરનો ચાલક અકસ્માત સર્જીને તેનું વાહન સ્થળ ઉપર છોડીને નાસી ગયો હતો જે બનાવ સંદર્ભે હાલમાં મૃતકના દીકરાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે..

બાઈક સ્લીપ

મોરબી નજીકના મહેન્દ્રનગર ગામે આવેલ પીપરવાડી વિસ્તારમાં તક્ષશિલા સ્કૂલ પાસે રહેતા લાભુભાઈ વિઠ્ઠલભાઈ દાવડા (48) નામનો યુવાન હળવદ રોડ ઉપર આવેલ સબરી હોટલ પાસેથી બાઈક લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે ત્યાં તેનું બાઇક સ્લીપ થઈ ગયું હતું જેથી તેને જમણા હાથમાં ફ્રેકચર જેવી ઇજા થતાં તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ અંગેની આગળની વધુ તપાસ હિતેશભાઈ મકવાણા કરી રહ્યા છે.








Latest News