મોરબી શહેરમાં અર્બન એટલાસ પ્રોજેક્ટ અંતર્ગત ડ્રોન સર્વે અને GIS આધારિત સર્વે કામગીરી શરૂ મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રૂપ દ્વારા સરકારી શાળા અને વંચિત વિસ્તારના બાળકોને હનુમાન અંશ ધાર્મિક બતાવવામાં આવી મોરબીના મહેન્દ્રનગર પાસે ટ્રક ચાલકે બોલેરોને ટકકર મારતા વૃધ્ધા સારવારમાં મોરબીમાં રિક્ષા ચાલકે બાઈકને હડફેટે સરકારી કર્મચારીનું મૃત્યુ થવાના કેસમાં ૪૨ લાખનુ વળતર ચૂકવવા આદેશ મોરબી જિલ્લામાં JOSH ટીમના માધ્યમથી ટીબી મુક્ત ભારત અભિયાનને વેગ અપાયો ખેલ મહાકુંભ: મોરબી મહાપાલિકાકક્ષા તથા ગ્રામ્ય અને જિલ્લાકક્ષાની સ્પર્ધાઓનો કાર્યક્રમ જાહેર કરાયો મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરેની હાજરીમાં ભેરડા ખાતે આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરાઈ મોરબીના શ્રી આશાપુરા ગ્રુપ દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે ૧૮ વર્ષથી હરતો ફરતો સેવા કેમ્પ
Breaking news
Morbi Today

ટંકારા નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે પાછળથી ઠોકર મારતા રાજકોટના યુવાનનું મોત


SHARE









ટંકારા નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે પાછળથી ઠોકર મારતા રાજકોટના યુવાનનું મોત

ટંકારા રાજકોટ હાઇવે રોડ ઉપર આવેલ આર્ય વિદ્યાલય પાસેથી ડબલ સવારી બાઇક પસાર થઈ રહયું હતું. ત્યારે તે ડબલ સવારી બાઇકને કારના ચાલકે પાછળથી ઠોકર મારી હતી. જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો અને તેમાં બાઈક ઉપર જઈ રહેલા બે પૈકીના એક યુવાનનું મોત નીપજ્યું હતું. જે અકસ્માતમાં બનાવ સંદર્ભે હાલમાં મૃતક યુવાનના પિતાએ કાર ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોધી આરોપીને પકડવા માટે શરૂ કરી છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ રાજકોટના ભક્તિનગર સર્કલ પાસે આવેલ જલારામ ચોક ગાયત્રીનગર શેરી નં-3 માં રહેતા રાજેશભાઈ નટવરલાલ સાહોલીયા જાતે સોની (52)એ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કાર નંબર જીજે 36 એએફ 5176 ના ચાલક સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે, તેમનો દીકરો રવિભાઈ રાજેશભાઈ સાહોલીયા (26) અને તેના મિત્ર પાર્થ હિતેશભાઇ જોશી સાથે ટંકારાથી રાજકોટ તરફ આવવાના રસ્તા ઉપર બાઈક નંબર જીજે 3 એનએમ 2624 ઉપર રાજકોટ આવી રહ્યો હતો ત્યારે આર્યમ વિદ્યાલય સામે તેઓના બાઈકને પાછળથી કાર ચાલકે હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો. જેમાં ફરિયાદીના દીકરા રવિભાઈને માથા, જમણા હાથે, પગે અને શરીરે ગંભીર ઇજા થયેલ હોવાથી તેનું મોત નીપજ્યું હતું અને તેના મિત્ર પાર્થને પાંસળી, લીવર, પેટ, હાથ અને પગના સાથળના ભાગે ગંભીર ઈજા થઈ હોવાથી તેને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. હાલમાં અકસ્માત મૃત્યુના બનાવ સંદર્ભે મૃતક યુવાનના પિતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બાઈલ સ્લીપ

મોરબીના વજેપર શેરી નં- 10 માં રહેતા રાજેશભાઈ છગનભાઈ ખાણધર (38) નામનો યુવાન મોરબીના નવલખી રોડ ઉપર આવેલ સેંટમેરી સ્કૂલ પાસેથી બાઈક લઈને જઈ રહ્યો હતો ત્યારે ત્યાં રસ્તામાં બાઈક સ્લીપ થઈ ગયું હતું. જેથી તે યુવાનને માથામાં અને ડાબા પગની ઘૂંટીના ભાગે ઈજા થઈ હોવાથી ઇજાગ્રસ્ત હાલતમાં તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ અંગેની વધુ તપાસ પ્રફુલભાઈ પરમાર ચલાવી રહ્યા છે




Latest News