મોરબીમાં સાર્થક વિદ્યામંદિર ખાતે વિદ્યાર્થીનીઓ માટે પ્રિ-નવરાત્રી યોજાઇ ટંકારાના તળાવમાં મગર દેખાયો: લોકોમાં ભયનો માહોલ ટ્રાફિક સમસ્યાનો આવશે અંત: હળવદની વેગડવાવ ફાટકે બનશે 76.19 કરોડના ખર્ચે ઓવરબ્રીજ મોરબીના સરદારબાગ પાસે બોલેરોની પાછળ બાઇક ઘૂસી જતાં યુવાનનું કમકમાટીભર્યું મોત સૌરાષ્ટ્ર યુનિ. યુથ ફેસ્ટીવલની વકતૃત્વ સ્પર્ધામાં મોરબીનો વિસ્મય ત્રિવેદી પ્રથમ ક્રમે વિજેતા મોરબીના કોર્પોરેટર નવનિતભાઈ કુંડારિયાની સૌરાષ્ટ્ર ઓઈલ મિલ એસો.ના પ્રમુખ પદે વરણી મોરબીના મહેન્દ્રનગર ગામે મન્ચુરીયનની લારીએ મારામારી : ત્રણ લોકો સારવારમાં મોરબીના જાંબુડીયા ગામે લોડર ચાલકે હડફેટે લેતા ત્રણ વર્ષના બાળકનું મોત
Breaking news
Morbi Today

મોરબી કલેક્ટર કચેરી ખાતે કરાર આધારિત કાયદા સલાહકારની નિમણુંક કરાશે


SHARE









મોરબી કલેક્ટર કચેરી ખાતે કરાર આધારિત કાયદા સલાહકારની નિમણુંક કરાશે

મોરબી કલેક્ટર કચેરી ખાતે ૧૧ (અગિયાર) માસ માટે કરાર આધારિત કાયદા સલાહકારની એક જગ્યા પગાર રૂ.૬૦,૦૦૦ ફિક્સ પ્રતિ માસ ઊભી કરવામાં આવેલ જગ્યાની મુદત ૧-૩-૨૪ થી વધુ ૧૧ માસ સુધી ચાલુ રાખવાની મંજૂરી આપવામાં આવેલ છે.આ કરાર આધારિત નિમણુંક પર સરકાર દ્વારા ઠરાવેલ બોલીઓ અને શરતો મુજબ નિમણુંક કરવા નિયત લાયકાત ધરાવતા અનુભવી ઉમેદવારો પાસેથી અરજી મંગાવવામાં આવી છે.જેમાં અરજદારની ઉંમર નિયત કરેલ તારીખના રોજ પચાસ વર્ષથી વધુ ન હોવી જોઈએ.આ અંગેનો અરજીપત્રક નમૂનો, લાયકાત તથા અનુભવ અંગે મહેસૂલ વિભાગના તા.૬-૩-૧૨ ના ઠરાવથી નક્કી કરેલ પરિશિષ્ટ-૧,  પરિશિષ્ટ-૨,  તથા પરિશિષ્ટ- 3 કલેક્ટર કચેરી મોરબીની વેબસાઈટ https://morbi.gujarat.gov.in તથા https://morbi.nic.in પરથી ડાઉનલોડ કરી મેળવી શકાશે.

રૂબરૂ મુલાકાત અને અનુભવના આધારે તૈયાર કરેલ પસંદગી યાદી મુજબના ઉમેદવારોએ ભાષા સજ્જતા અંગેનું ઠરાવમાં દર્શાવેલ પરિશિષ્ટ-૩ (ડી) ની જોગવાઈ મુજબનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. અરજદારે સંપૂર્ણ વિગત ભરેલી અરજી સાથે લાયકાત તથા અનુભવના આધારોની પ્રમાણિત નકલો ઉપરાંત ફી પેટે કલેકટર, મોરબીના નામનો રૂ.૧૦૦ નો ડિમાન્ડ ડ્રાફ્ટ (નોન રિફન્ડેબલ) રજૂ કરવાનો રહેશે. અરજી સીલબંધ કવરમાં કલેક્ટર કચેરી, જિલ્લા સેવા સદન, શોભેશ્વર રોડ, મોરબી-૩૬૩૬૪૨ ની રજીસ્ટ્રી શાખામાં તારીખ ૧૦-૭-૨૪ સુધીમાં મળી જાય તે રીતે આર.પી.એડી. અથવા રૂબરૂ મોકલી આપવાની રહેશે.અધુરી વિગત વાળી તેમજ સમય મર્યાદા બાદ મળેલી અરજીઓ વિચારણામાં લેવાશે નહીં, સંબંધિત ઉમેદવારોને જ્યારે રૂબરૂ બોલાવવામાં આવે ત્યારે સ્વખર્ચે તમામ અસલ પ્રમાણપત્રો સાથે નિયત તારીખ, સમય અને સ્થળે હાજર રહેવાનું રહેશે વધુ માહિતી માટે કલેક્ટર કચેરીની મેજીસ્ટ્રીયલ શાખાનો સંપર્ક કરવા મોરબી જિલ્લા કલેકટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ કે.બી.ઝવેરીની અખબારી યાદીમાં જણાવાયું છે.




Latest News