ટંકારાના છતર ગામના જેઠાણી-દેરાણી સહિત 7 પદયાત્રીઓને વિરમગામ નજીક ટ્રક ચાલકે કચડી નાખ્યા મોરબીમાં નજીવી રકમ માટે મિત્રનું મર્ડર કરી ૨૪ વર્ષથી ફરાર આરોપી પકડાયો મોરબીના યુવાશક્તિ ફાઉન્ડેશન-જડેશ્વર જીવદયા ગ્રુપ દ્વારા જીવદયાનો અનોખો પ્રયાસ મોરબીના આમરણ ગામે જુદીજુદી ત્રણ સંસ્થા દ્વારા મેડિકલ કેમ્પ યોજાયો મોરબી આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજાની કુશળતાએ વૃદ્ધનું જીવન બચાવ્યુ છેલ્લા એક માહિનામાં મોરબીના પ્રત્યેક સિરામિક ઉદ્યોગકારને 50 લાખથી 1.5 કરોડનું નુકશાન: મનોજભાઇ એરવાડીયા મોરબી મહાપાલિકાની ચુંટણીમાં પક્ષ-અપક્ષ સહિત 204 ઉમેદવારોએ ફોર્મ ભર્યા: બુધવારે ચિત્ર સ્પષ્ટ થશે મોરબીના શનાળા ગામ પાસે કારના સર્વિસ સ્ટેશનમાં આગ લાગતા દોડધામ
Breaking news
Morbi Today

કન્યા કેળવણી; મોરબી જિલ્લામાં ૧૪ હજારથી વધુ કન્યાઓ આંગણવાડીથી ધો. ૯ સુધીમાં પ્રવેશ મેળવશે


SHARE













કન્યા કેળવણી; મોરબી જિલ્લામાં ૧૪ હજારથી વધુ કન્યાઓ આંગણવાડીથી ધો. ૯ સુધીમાં પ્રવેશ મેળવશે

સમગ્ર રાજ્યની સાથે મોરબી જિલ્લામાં પણ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ અન્વયે દીકરીઓના શિક્ષણ પ્રત્યે ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. દીકરીઓ વધુને વધુ શાળાઓમાં જાય અને તેમનો ડ્રોપ આઉટ રેટ ઘટે તે માટે વિધવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ત્યારે કન્યા કેળવણી મહોત્સવ થકી દીકરીઓના શિક્ષણના ક્ષેત્રે મહત્વનું પરિવર્તન આવ્યું છે.


મોરબી જિલ્લામાં હાલ ધોરણ ૧ થી ૫ માં કુલ ૩૦,૮૨૦ કન્યાઓ અને ધોરણ ૬ થી૮ માં કુલ ૧૬,૦૩૦ કન્યાઓ અભ્યાસ કરી રહી છે. કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ અનુસંધાને આંગણવાડીમાં ૨,૧૩૮, બાલવાટિકામાં ૪,૪૬૪, ધોરણ ૧ માં ૪,૦૫૯ અને  ધોરણ ૯ માં ૩,૩૭૬ કન્યાઓ મળી કુલ ૧૪,૦૩૭ કન્યાઓ પ્રવેશ મેળવશે. કન્યા કેળવણી મહોત્સવ અંતર્ગત ૬ વર્ષ પૂર્ણ થતા હોય તેવી તમામ કન્યાઓને ધોરણ ૧ માં ૧૦૦ ટકા નામાંકન કરી પ્રવેશ આપવામાં આવે છે. દર વર્ષે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ દરમિયાન તમામ કન્યાઓનું નામાંકન કરવામાં આવે છે. નામાંકન થયેલ કન્યાઓ ધોરણ ૧ થી ૮ નો અભ્યાસ પુર્ણ કરે તેવા પ્રયત્નો કરવામાં આવે છે. ધોરણ ૮(આઠ) નો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ ધોરણ ૯(નવ) માં પ્રવેશ મેળવે તે પણ સુનિશ્ચિત કરવામાં આવે છે.






Latest News